www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીમાં વેપારી યુવાનને ધમકી આપવાના ગુનામાં અગ્રણીની ધરપકડ


સાંજ સમાચાર

(જિગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી, તા.26

મોરબીના શનાળા રોડે સરદાર બાગ પાછળ સોમનાથ સોસાયટીમાં રહેતા અને માર્કેટયાર્ડમાં શ્રીનાથ એન્ટરપ્રાઈઝ નામની દુકાન ધરાવતા તેમજ થ્રીલ એન્ડ ચીલ નામની ગેમજોન-રેસ્ટ્રોરન્ટમાં ભાગીદારી ધરાવતા મિહીરભાઈ પ્રવિણચંદ્રભાઈ ખંઘડીયા જાતે લોહાણા (27)એ થોડા સમય પહેલા અમીતભાઈ દેવાભાઈ અવાડીયા અને તેના પિતા દેવાભાઇ અવાડીયા, દેવાભાઈ ભગવાનજીભાઈ રબારી અને નયન ઉર્ફે નાનુભાઈ રબારી સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ છે કે, આશરે એક વર્ષ પહેલા ધંધાના કામ અર્થે પૈસાની જરૂર પડતા તેને વ્યાજ વટાવનો ધંધો કરતા અમીતભાઈ દેવાભાઈ અવાડીયા પાસેથી રોકડા 15,00,000 વ્યાજે લીધા હતા અને તેનું દર દસ દિવસે બે લાખ વ્યાજ આપતો હતો જો કે, વ્યાજ ચુકવવામાં મોડુ થતા અમીતભાઈએ તેની પાસેથી કોટક મહીદ્રા બેંકના સહી વાળા કોરા ચેક ત્રણ બળજબરીપુર્વક લઈ લીધેલ હતા અને આજ દિવસ સુધીના તેને અમીતભાઈને 75,00,000 જેટલી રકમ વ્યાજ સહીત આપી દિધેલ છે તો પણ તેની પાસેથી વધુ 30 લાખ માંગવામાં આવી રહ્યા છે અને જો પૈસા ન આપે તો ફરિયાદી તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપે છે.

ત્યાર બાદ અમિતભાઈના વ્યાજના વિષચક્રમાથી બહાર નીકળવા માટે ફરિયાદે દેવાભાઈ ભગવાનજીભાઈ રબારી અને નયન ઉર્ફે નાનુભાઈ રબારી પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હતા. જે બંનેને પણ તેની પાસેથી લીધેલ રૂપિયા કરતાં વધુ રૂપિયા આપી દીધા હતા તો પણ વધુ પૈસાની માંગણી કરીને ફરિયાદી અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી જેથી વેપારી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે ગુનો નોંધીને પોલોસે પહેલા આ ગુનામાં આરોપી દેવાભાઈ ભગવાનજીભાઈ રબારી અને નયન ઉર્ફે નાનુભાઈ રબારીની ધરપકડ કરી હતી હાલમાં આ ગુનામાં તપાસનીસ અધિકારી પીએસઆઈ આર.એન. ભટ્ટ દ્વારા આરોપી દેવાભાઇ પરબતભાઈ અવાડીયા રહે. ધર્મસૃષ્ટિ સોસાયટી બાયપાસ રોડ મોરબી વાળાની ધરપકડ કરી કરેલ છે અને આ ગુનામાં હજુ એક આરોપીને પકડવાનો બાકી છે તેવું અધિકારી જણાવ્યુ છે.

Print