www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લીંબડી : પિતાએ પુત્રી ઉપર હુમલો કરતા ઝડપી લેવાયો


સાંજ સમાચાર

વઢવાણ, તા. 1
લીંબડી તાલુકાના પરાલી ગામે ઉગા ઉઘરેજીયાએ રિસામણેથી પાછી આવેલી પત્ની રક્ષા સાથે ઝઘડો કરવાનો શરૂ કર્યો હતો. સંતાનોની સામે જ પતિએ પત્નીને મારવાનું શરૂ કર્યું હતું.

માતાને બચાવવા વચ્ચે પડેલી 15 વર્ષની પુત્રી સંગીતા ઉપર પિતા ઉગો ઉશ્કેરાયો હતો. લોખંડના પદાર્થ વડે પુત્રી સંગીતા ઉપર ક્રુરતાપૂર્વક હુમલો કર્યો હતો. સંગીતાના હાથ અને પગ ભાંગી માથાનાં ભાગે પ્રાણ ઘાતક પ્રહાર કરી નરાધમ બાપ ફરાર થઈ ગયો હતો.

પાણશીણા પોલીસ ટીમે ઉગાને પરાલી ગામની સીમમાંથી ઝડપી લીધો હતો.

Print