www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દારૂનો ધંધાર્થી જય ઉર્ફે સાંઈ બે ચોરાઉ બાઈક સાથે ઝડપાયો


હેન્ડલ લોક કર્યા વગરના બાઈક તેમજ મિત્રનું એકટીવા વાપરવા લઈ જવાનું કહી ચોરી કરી નાસી છુટતો હતો: આરોપી સામે મુંદ્રા પોલીસ મથકમાં દારૂના અનેક ગુના નોંધાયા છે

સાંજ સમાચાર

રાજકોટ તા.25
 દારૂના અનેક ગુનામાં સંડોવાયેલો સંતોષીનગરનો જય ઉર્ફે સાંઈને બે ચોરાઉ બાઈક સાથે ક્રાઈમ બ્રાંચે બસ સ્ટેન્ડ પાછળ મુરલીધર ગેસ્ટ હાઉસ પાસેથી ઝડપી પાડયો હતો.

 પ્રાપ્ત વિગત મુજબ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં હે.કો. અમીત અગ્રાવત, કોન્સ. વાલજીભાઈ જાડા, પ્રદીપસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે કનક રોડ, બસ સ્ટેન્ડ પાછળ મુરલીધર ગેસ્ટ હાઉસ પાસેથી જય ઉર્ફે સાંઈ જગદીશ ટહેલીયાણી રહે. સંતોષીનગર મફતીયાપરા રેલનગરને બે ચોરાઉ બાઈક સાથે દબોચી રૂા.40 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બાઈક ચોરીના બનાવમાં કુવાડવા રોડ અને પ્ર.નગર પોલીસ મથકમાં ગુના નોંધાયેલ હતા.

 વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપી હેન્ડલ લોક કર્યા વગરના બાઈક ડાયરેકટ કરી ઉપાડી જતો તેમજ મીત્રનું એકટીવા સાંજ સુધી વાપરવાનું કહી ચોરી કરી જવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી વિરૂધ્ધ મુંદ્રા પોલીસ મથકમાં અનેક દારૂના ગુના નોંધાયેલ છે.

Print