www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હડાળા પાટીયે મહેશભાઈ સોલંકીનો ઝેરી દવા પી આપઘાત


પોતાના ઘરે ઝેરી દવા પી જતા સારવારમાં દમ તોડ્યો,મૃતક વોકહાર્ટ હોસ્પિટલમાં સિકયુરિટીગાર્ડ હતા

સાંજ સમાચાર

રાજકોટ, તા.23
હડાળા પાટીયે રહેતા મહેશભાઈ સોલંકી નામના વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. જોકે તેમના આપઘાતનું કારણ સામે ન આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહેશભાઈ ખીમજીભાઈ સોલંકી (ઉં.વ. 49, રહે. રાધેકૃષ્ણ સોસાયટી, મોમાઈ હોટલ પાસે, હડાળા ગામના પાટિયા નજીક, રાજકોટ) ગઈકાલે સવારે 11 વાગ્યે પોતાના ઘરે ઝેરી દવા પી જતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખાસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલા જ મહેશભાઈનું મોત થયું હતું. પરિવારજનોએ જણાવ્યું કે, ઘરના બધા સભ્યો મોરબી પાસે આવેલ એક ગામમાં  લૌકિક ક્રિયામાં ગયા હતા. ત્યાંથી પરત ઘરે આવ્યા હતા. પરિવારના બીજા સભ્યો ઘરમાં ગયા અને બહાર શેરીમાં  મહેશભાઈએ પગલું ભર્યાનું જાણવા મળ્યું છે. મૃતક મહેશભાઈ વોકાર્ટ હોસ્પિટલમાં સિક્યુરિટીની નોકરી કરતા હતા. મૃતકને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. હજુ 2 મહિના પહેલા જ દીકરીના લગ્ન કર્યાં હતાં. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો છે.

Print