www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જુના કપડા-પુંઠામાંથી તોરણ, નાઇટ લેમ્પ, ફોટોફ્રેમના નિર્માણ


તિરૂપતિનગર, પંચશીલનગર, ઇન્દીરાનગરમાં સ્વસહાય જુથની બહેનોએ વેસ્ટમાંથી બેસ્ટનો સફળ પ્રયોગ કર્યો

સાંજ સમાચાર

રાજકોટ, તા. રપ

મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત વોર્ડ નં.9 ખાતે તિરૂપતિનગર, વોર્ડ નં.11 માં પંચશીલ નગર અને વોર્ડ નં.17માં ઇન્દિરાનગર વિસ્તારનાં સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા ઘરમાં પડી રહેલ બિનઉપયોગી વસ્તુઓનો ડેકોરેટીવ વસ્તુઓ બનાવવા માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જુના કપડા, કાપડમાંથી ફેબ્રીક જ્વેલેરી, તોરણ, વેસ્ટ પૂઠા માંથી સુશોભિત વોલ હેન્ગીંગ, નાઈટલેમ્પ, આર્ટીફીશ્યલ ફ્લાવર્સ, પ્લાસ્ટિક બોટલ્સ માંથી ફ્લાવરવાઝ, પેનસ્ટેન્ડ, ફોટોફ્રેમ, મુન લાઈટ વેસ્ટ પ્લાસ્ટિકની બોટલમાંથી તોરણ તથા ચા-ની વેસ્ટ કુલ્લડ માંથી ટોડલીયા, પર્સ, પૂઠા માંથી ડેકોરેટીવ મટકીઓ, ડેકોરેટીવ સાથીયા, નેઈમ પ્લેટ વગેરે વેસ્ટ વસ્તુઓનો સદુપયોગ કરીને તેનું નવીનીકરણ કરી ઘર ઉપયોગી કૃતિઓ સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા બનાવવામાં આવેલ હતી. 

વેસ્ટ વસ્તુઓ કે શહેર માંથી ઉત્પાદિત થતા કચરો જ્યાં ત્યાં ફેક્વાને બદલે તેનો ઉપયોગ કરી ઘરમાંથી બિનજરૂરી વસ્તુઓનો ફરી ઉપયોગ કરી શહેરમાં વેસ્ટનું પ્રમાણ ઘટાડવાની દિશામાં સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર કામગીરીને સફળ બનાવવા પ્રોજેક્ટ ઓફિસર કાશ્મિરા વાઢેરનાં માર્ગદર્શનમાં સીનીયર કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર જીતુભાઈ વ્યાસ, શ્રીમતિ નયનાબેન કાથડ, ટી.બી.જાંબુકિયા તથા મેનેજર શાંતિલાલ બથવાર અને સમાજ સંગઠક જાદવ તુલસીબેન, ચૌહાણ પ્રતિક્ષાબેન, ચોટલીયા ચેતનાબેને જહેમત ઉઠાવી હતી.

Print