www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સોરઠ પંથકમાં મેઘરાજાએ હેત વરસાવ્યું: માણાવદરમાં ધોધમાર 10 ઈંચ


આગોત્તરા વાવેતરને મોટો ફાયદો: વિસાવદર-વંથલીમાં 7-8 ઈંચ: જૂનાગઢ શહેરમાં મકાનોમાં પાણી ઘુસ્યા: જળાશયોમાં નવાનીર

સાંજ સમાચાર

જૂનાગઢ,તા.1
સોરઠ ઉપર મેઘરાજાએ મધરાત બાદ હેત વરસાવના સર્વત્ર ત્રણથી દસ ઈંચ પાણી પડતા જળાશયોમાં નવા બેથી પાંચ ફુટ નવાનીરની આવક થઈ છે. જૂનાગઢમાં રાફરડા તથા લાલપુરરોડ વિસ્તારમાં પાણી ઘુસ્યા હતા.જયારે મધુરમ ગેઈટ પાસે ઝાડ ધરાશ્યી થયું હતું.

જૂનાગઢ શહેર અને જિલ્લામાં મધરાતથી મેઘરાજાને બેટીંગ શરૂ કરતા સવાર સુધીમાં અનરાધાર દસ ઈંચ પાણી વરસાવતા સર્વત્ર  જળબંબાકાર સર્જાયો હતો.નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.માણાવદરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. જયારે વંથલીમાં સાંબેલા ધારે આઠ ઈંચ પાણી પડતા મોજુ તથા નદીમાં ઘોડાપુર આવ્યા હતાં.નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.ખેતરો પાણી ગરકાઉ થઈ ગયા હતા.નીચાણવાળા વિસ્તારના લોકોને સાવધાર રહેવાની ચેતવણી આપવામાં આવી હતી.

જયારે વિસાવદરમાં છ કલાકમાં સાત ઈંચ પાણી પડતા ખેતરો જળબંબાકાર બન્યા હતાં. નદીઓ બે કાંઠે વહી હતી શહેરની ભૌગોલિક સ્થિતિ ઉંધી રકાલી જેવી હોવાથી શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી નથી, સારા વરસાદથી જળાશયોમાં નવાનીરની આવક થઈ છે.

તેમજ જૂનાગઢ અને મેંદરડામાં છ ઈંચ વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતી જૂનાગઢના આવેલ વલ્લભનગર તથા રોડ ઉપર ઘરમાં પાણી ઘુંસી ગયા હતા. જયારે મધુરમ ગેઈટ ખાતે વૃક્ષ ધરાશયી થયું હતું.

તેમજ શહેરમાં અડધો ડઝન વિસ્તારોમાં પાણી ભરાયાની ફરિયાદ ઉડી હતી.ઉપરાંત ભેંસાણ, કેશોદ, માળીયા અને માંગરોળમાં ત્રણથી ચાર ઈંચ વરસાદ પડતા નદીઓમાં પુર આવ્યા હતા.ખેતરો પાલીથી ભરાતા આ વિસ્તારો વાવણી જેવો વરસાદ થતા જગતમાં ખુશી છવાઈ ગઈ છે. મધરાતે શરૂ થયેલ વરસાદ સવારે 10 વાગે વિરામ લીધો છે.જિલ્લાનામાં વરસાદથી સર્વત્ર આનંદ છવાયો છે. 

Print