www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માઈક્રોસોફટના સીઈઓ સત્ય નડેલા અને તેમની કંપની લિંકડઈનને ફટકારાયો દંડ


લાભકારી માલિકી નિયમોના ભંગ બદલ કુલ 27,10,800ની પેનલ્ટી ફટકારાઈ

સાંજ સમાચાર

નવીદિલ્હી,તા.23
કોર્પોરેટ કાર્ય મંત્રાલયે કંપની અધિનિયમ અંતર્ગત મહત્વપૂર્ણ લાભકારી માલિકીના નિયમોના ઉલ્લંઘન બદલ માઈક્રોસોફ્ટની કંપની લિંક્ડઈન ઈન્ડિયા, અને માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા સહિત અન્ય લોકોને પેનલ્ટી ફટકારી છે.

માર્કેટ કેપ અનુસાર વિશ્વની ટોચની કંપની માઈક્રોસોફ્ટે ડિસેમ્બર, 2016માં પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ લિંક્ડઈન હસ્તગત કરી હતી. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે લિંક્ડઈન ઈન્ડિયા, નડેલા, લિંક્ડઈનના સીઈઓ રેયાન રોસ્લાન્સ્કી સહિત અન્ય સાત વ્યક્તિઓને કુલ રૂ. 27,10,800ની પેનલ્ટી ફટકારી છે.

મહત્વપૂર્ણ લાભકારી માલિકીના નિયમોના ઉલ્લંઘન બદલ લિંક્ડઈન ઈન્ડિયાને રૂ. 7 લાખ, નડેલા અને રોસ્લાંસ્કીને બે-બે લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારી છે. આદેશમાં અન્ય કીથ રેન્જર ડોલિવર, બેન્જામિન ઓવેન ઓર્નડોર્ફ, મિશેલ કેટી લેઉંગ, લિસા એમિકો સાતો, આશુતોષ ગુપ્તા, માર્ક લિયોનાર્ડ નાડ્રેસ લેગાસ્પી અને હેનરી ચિનિંગ ફોંગને પેનલ્ટી ફટકારવામાં આવી છે.

રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે 63 પાનાંના આદેશમાં જણાવ્યું છે કે, લિંક્ડઈન ઈન્ડિયા અને વ્યક્તિઓને કંપની અધિનિયમ, 2023 અંતર્ગત મહત્વપૂર્ણ લાભકારી માલિકી (SOB) નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

આરઓસીએ આદેશમાં જણાવ્યું છે કે, સત્ય નડેલા અને રેયાન રોસલાંસ્કી કંપનીના એસબીઓ છે. તે કલમ 90 (1) હેઠળ રિપોર્ટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જેના લીધે અધિનિયમની કલમ 90 (10) હેઠળ પેનલ્ટી ફટકારી છે.  

 

Print