www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબી-બોટાદ નજીક પાણીમાં ડુબી જતાં મૃતકોને

પૂ.મોરારીબાપુની શ્રધ્ધાંજલી અને આર્થિક સહાય અપાઈ


સાંજ સમાચાર

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.25
ગુજરાત પર જાણે કાળચક્ર ફરી રહ્યું હોય તેમ અકુદરતી મૃત્યુનો સીલસીલો અટકવાનું નામ નથી લેતો. હજુ ભાવનગરમાં બોર તળાવમાં ચાર કિશોરીઓ પાણીમાં ડૂબી જતાં મ્રુત્યુ પામી તે ઘટનાની શાહી સૂકાઇ નથી ત્યાં માળીયાના વર્ષા મેડી ગામમાં 3 યુવાનોનાં પાણીમાં ડૂબી જતાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા 45,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે સેવા રાજકોટના મહેન્દ્ર ભાઈ (અતુલ ઓટો) દ્વારા પહોંચતી કરવામાં આવી છે. 
 

એ પ્રમાણે બોટાદ નજીક આવેલા સમઢિયાળા ગામમાં પણ બરવાળાના બે આશાસ્પદ યુવાનોનું પાણી માં ડૂબી જતાં મોત થયું છે તેમના પરિવારજનોને પણ રુપિયા 30,000 ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Print