www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીના વાવડી રોડે વીજ કંપનીની ગંભીર બેદરકારી: ઉડાવ જવાબ આપી દીધો


સાંજ સમાચાર

મોરબી શહેર અને જીલ્લામાં વીજ કંપની દ્વારા રિપેરિંગ માટે ગમે ત્યાર પાવર સપ્લાઈ બંધ રાખવામા આવે છે તો પણ ઘણી જગ્યાએ લોકોના જીવ માટે ગમે ત્યારે જોખમ ઊભું થાય તેવું સામે આવે છે.

આવો જ એક બનાવ વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટી પાસે સામે આવ્યો છે જેમાં વીજ કંપની દ્વારા મૂકવામાં આવેલ ટીસીમાં મૂકવામાં આવેલ ફ્યૂઝની પેટીનું ઢાંકણુ જ નથી અને તે ખુલ્લા જ પડ્યા છે આ ટીસીની બાજુમાં જ સ્કુલ આવેલ છે જેથી કઈ નાના બાળક માટે આ બેદરકારી ગમે ત્યારે જીવલેણ બની શકે છે. આ જગ્યાએ કોઈ અકસ્માત ન બને તે માટે ઢાંકણા નાખવા માટે જીઈબીને લેખીત ફરીયાદ કરવામાં આવેલ છે જેથી વીજ કંપનીના કર્મચારીઓ ત્યાં આવ્યા હતા અને કોઈ કામ કર્યા વગર જતાં રહેલ છે અને આનુ કઈ ન થાય તેમ કહ્યું હતું ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ બેદરકારીના લીધે કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)

Print