www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દ્વારકા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવમાં ચાર હજારથી વધુ ભૂલકાઓને પ્રવેશ અપાયો


સાંજ સમાચાર

રાજ્યમાં તા. 26 થી તા. 28 જૂન સુધી ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ રાજ્ય કક્ષાના અધિકારીઓ તથા જિલ્લા કક્ષાના અધિકારીઓ, પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ 691 જેટલાં આંગણવાડી કેન્દ્રો ખાતે અંદાજિત 4058 જેટલા બાળકોને આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યો હતો. ઉપરાંત બાળકોને સ્કૂલ બેગ તથા શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમોમાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ ઉપસ્થિત રહી ભૂલકાઓને આવકાર્યા હતા. 
(ફોટો: કુંજન રાડિયા)

 

Print