www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લખતરમાં ભારે પવન સાથે એક ઇંચથી વધુ વરસાદ : સીમ વિસ્તારમાં વીજ પોલ ધરાશાયી


વાહન ચાલકોના વાહનો પાણી ભરાવાને કારણે બંધ થતા ભારે હેરાનગતિ : ટ્રાન્સફોર્મર પાસે વીજ શોક લાગતા ગાયનું મોત

સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) 
વઢવાણ, તા. 17
ઝાલાવાડમાં ચોમાસાનું ધમાકાભેર આગમન થયુ છે. શનિવારે બપોરે શહેરમાં ઝાપટુ આવ્યા બાદ મોડી સાંજ પછી મેઘાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને રાત્રે 8 થી 12માં 4 કલાકમાં 3 ઈંચ વરસાદ વરસાવી દીધો હતો.પ્રથમ વરસાદે જ લાઈટોના ડીંડવાણા અને રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થઈ ગયા હતા.

સુરેન્દ્રનગર શહેરમાં પવન અને વીજળીના કડાકા-ભડાકા વચ્ચે શનિવારે રાત્રે 8થી 12ના સમયમાં 72 મીમી એટલે કે, અંદાજે 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વરસાદના લીધે શહેરના જેલ ચોક, રતનપર, હોમગાર્ડ કચેરી રોડ, નવા જંકશન રોડ, કુંથુનાથ દેરાસર પાસે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેના લીધે રાતના સમયે ઘરે જતા વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો.

અનેક દ્વીચક્રી વાહનચાલકોના વાહનો પાણીમાં બંધ થઈ જવાથી તેઓ હેરાનગતિ ભોગવતા હતા. બીજી તરફ વરસાદ આવતા જ વીજ તંત્રે વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. જેને લીધે લોકોને બફારામાં શેકાવુ પડયુ હતુ. સુરેન્દ્રનગર સાથે લખતરમાં પણ શનિવારે મોડી સાંજે ભારે પવન સાથે વરસાદનું આગમન થયુ હતુ. જેમાં લખતરથી બજરંગપુરા અને અણીન્દ્રાના રસ્તે 3 વીજ પોલ ધરાશાયી થયા હતા

. જેના લીધે 30થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજ કંપનીના લાઈનમેન આર.કે.કટારા, જે.એ.બારૈયા સહિતનાઓએ તુરંત કાર્યવાહી હાથ ધરતા મોડી રાતે વીજ પુરવઠો પુ:ન શરૂ થયો હતો. જયારે તાવી ગામે ટ્રાન્સફોર્મર પાસે વીજ શોક લાગતા ગાયનું મોત થયુ હતુ. જયારે લખતરના કૃષ્ણનગરમાં રહેતા રામજીભાઈના ઘરના પતરા ઉડીને બજારમાં પડયા હતા. સદ્દભાગ્યે બજારમાં કોઈની આવન જાવન ન હોવાથી કોઈને ઈજા થઈ ન હતી. 

 

Print