www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મનપા અને પીજીવીસીએલની બેદરકારીનો ભોગ બનતા વાહનચાલકો


વ્હોરાના હજીરાથી રાજપાર્ક તરફ જતા બેઠા પુલના કામને પુરૂ કરવામાં લાગ્યું સંકલનનું ગ્રહણ: પીજીવીસીએલ દ્વારા થાંભલા ઉપરથી વાયરો ઉતારી અન્ડર ગ્રાઉન્ડની કામગીરીમાં મહાનગરપાલિકાને સહકાર અપાયા બાદ ત્રણ માસથી હજુ થાંભલા માર્ગની વચ્ચે નડતરરૂપ યથાવત: રસ્તાનું કામ અધુરૂ રહેતા અહીંથી પસાર થતા અસંખ્ય વાહનચાલકો ઉપર અકસ્માતનો સતત તોળાતો ભય: કપચી અને મેટલ પથરાયા બાદ કામ પુરૂ ન કરાતા લોકોમાં નારાજગી

સાંજ સમાચાર

જામનગર તા.26: જામનગર મહાનગરપાલિકા દ્વારા હજીરા હજીરા થી રાજપાર્ક રાજકોટ તરફ જતા પુલનું કામ પ્રોજેક્ટ અને પ્લાનિંગ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ રોડ વચ્ચે આવતા ઇલેક્ટ્રિક વાયરો અને પોલ  પીજીવીસીએલના આવેલ હતાં. તે કામમાં પીજીવીસીએલ અને મહાનગરપાલિકાના તંત્ર વચ્ચે સંકલનના અભાવે રોડનું કામ અધૂરું રહ્યું છે.

જેથી  વિસ્તારમાંથી પસાર થતાં અનેક વાહનચાલકોને રાહદારીઓ માટે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાય છે .અને ઘણા વાહન ચાલકો આ મેટલિંગ રોડને કારણે અકસ્માત નો પણ ભોગ બનતા હોય તેવા ફરિયાદનો સુર ઉઠ્યો છે  જામનગર શહેરમાં વ્હોરના હજીરા થી રાજકોટ તરફ રાજપાર્ક જવાના રોડ ઉપર જર્જરી થયેલા પુલનું કામ મહાનગરપાલિકાના પ્રોજેકેટ અને પ્લાનિગ વિભાગ દ્રારા હાથ ધરવામાં આવ્યું હતું.

આ કામમાં બન્ને તરફ જોડતા એપ્રોચ રોડનું કામ કરવાનું હતું.  બાદ પુલનું કામ પૂર્ણ થઈ ગયું પરંતુ ત્યારબાદ તેને જોડતા એપ્રોચ રોડનું કામ લાંબા સમયથી પેન્ડિંગ છે.તેની પાછળનું કારણ રોડની વચ્ચે આવતા પીજીવીસીએલ ઇલેટ્રિક પોલ સાથે વાયરીંગ દૂર કરવા અને અંડરગ્રાઉન્ડ કરવાનું કામ પણ શરૂ કરવાનું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિકાસના કામમાં મહાનગરપાલિકા અને પીજીવી સીએલના તંત્રમાં સંકલનના અભાવે આ કામ લાંબા સમયથી  ચાલી રહ્યું હતું જ્યારે ચોમાસાની સિઝન આવી ચૂકી છે તેવા સમય સુધી આ ને જોડતા એપ્રોચ રોડ ઉપર મેટલિંગ કામ  થઈ ગયું છે.

પરંતુ મેટલીંગ કામ થયા પછી ડામર રોડ નું કામ લાંબા સમયથી શરૂ થયું નથી. જેને કારણે આ મેટર રોડ ઉપર અહીંથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અનેક લોકો ઇજાગ્રસ્ત થાય છે .આવા સમયે આ ચોમાસાની સિઝનમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મહાનગરપાલિકાના પ્રોજેક્ટ અને પ્લાનિગ વિભાગના અધિકારીને આ રોડના  અધૂરા કામ અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે રોડની વચ્ચે જે ઈલેક્ટ્રીક પોલ આવેલ હતા તેનું વાયરીંગ અંડર ગ્રાઉન્ડ કરવાનું હતું.

જે કામ પીજીવીસીએલ તાજેતરમાં પૂર્ણ કરેલ  છે. જ્યારે પોલ હટાડવાનું કામ હજુ બાકી છે આ કામ પૂર્ણ થયા પછી આ મેટર ઉપર ડામોર રોડનું કામ  ધરાશે તેમ તેમને જણાવ્યું હતું. આમ મહાનગરપાલિકા અને પીજીવીસીએલ તંત્ર વચ્ચે સકલનના અભાવે વિકાસના કામમાં મોડું થાય છે તેનું ઉત્તમ ઉદાહરણ સમાન બન્યું છે.

Print