www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મુનાવર ફારુકીની તબિયત બગડી: ફરી હોસ્પિટલમાં દાખલ


સાંજ સમાચાર

મુંબઈ,તા.25
મુનવ્વર ફારૂકીની તબિયતને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ’બિગ બોસ 17’ના વિજેતાને એક જ મહિનામાં બીજી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મુનવ્વરની તબિયત સતત બગડી રહી છે, જેના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળતા નથી. ગયા મહિને પણ, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 

સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારૂકીને ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલના બેડ પર આરામ કરતા મુનાવર ફારૂકીનો એક ફોટો સામે આવ્યો છે જે તેના મિત્રએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો કે મુનવ્વરના હાથમાં ડ્રીપ લાગેલી છે.

તસવીર શેર કરતી વખતે લખ્યું, ’હું મારા ભાઈના જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છુ.’ આ ફોટો વાયરલ થતાની સાથે જ મુનવ્વરના ચાહકો તેના જલ્દી સ્વસ્થ થવાની કામના કરવા લાગ્યા હતા.

મુનવ્વરને કેમ હોસ્પીટલમાં દાખલ કરવો પડ્યો
મુનવ્વરને ગયા મહિને જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેણે તેની ઈન્સ્ટાગ્રામ બ્રોડકાસ્ટ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે હાથમાં ઈંટ ડ્રિપ સાથે જોવા મળ્યો હતો. તેણે લખ્યું, ’લગ ગયી નજર.’ બાદમાં, તેણે તેની હેલ્થ અપડેટ શેર કરી અને ચાહકોને તેના માટે પ્રાર્થના કરવા કહ્યું. થોડા દિવસો પછી તેમના સ્વાસ્થ્યની અપડેટ આપતી વખતે, તેણે કહ્યું કે તે હવે ઠીક છે. આ વખતે મુનાવર ફારુકીને પેટમાં ઈન્ફેક્શન થયું હતું, જેના કારણે તેને દાખલ કરવામાં આવ્યો છે.

મુનાવર ફારૂકી વિશે
આ વર્ષની શરૂઆતથી જ ’બિગ બોસ 17’ના વિજેતા મુનાવર ફારૂકી ઘણા વિવાદોમાં ઘેરાયેલા હતા. ’બિગ બોસ 17’ પછી મુનવ્વર ’હલકી-હલકી સી’ નામના મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળ્યો હતો. આ એક રોમેન્ટિક ટ્રેક હતો, જેમાં હિના ખાન પણ હતી.

Print