www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીના અર્બન હેલ્થ સેન્ટરમાં નશાખોરનો આતંક


મહિલા સ્ટાફ સાથે ગેરવર્તન: અવારનવાર માથાકુટ કરતા શખ્સની ધરપકડ

સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.22
મોરબી જિલ્લામાં નશાની વસ્તુઓની છૂટથી વેચાણ કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબીમાં સો-ઓરડીમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં એક શખ્સ નશાની હાલતમાં આવ્યો હતો અને અર્બન સેન્ટરને માથે લીધું હતું અને ત્યાં કામ કરતાં મહિલાઓ સહિતના કર્મચારીઓની સાથે પણ ગેરવર્તન કર્યું હતું જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં તેના વિડીયો પણ સોશયલ મીડિયામાં વાઇરલ થયા હતા. 

ત્યાર બાદ આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસે નશાની હાલતમાં અર્બન સેન્ટરને માથે લેનારા શખ્સની અટકાયત કરી હતી અને આગળની કાર્યવાહી કરેલ છે.

સો-ઓરડી મેઈન રોડે અર્બન હેલ્થ સેન્ટર આવેલ છે જેમાં ગઇકાલે બપોરે પોણા ત્રણ વાગ્યાના અરસામાં એક શખ્સ નશાની હાલતમાં આવ્યો હતો અને નશાની હાલતમાં તે શખ્સે અર્બન સેન્ટરમાં કામ કરતાં મહિલા સહિતના કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યું હતું. અને ધમાલ કરનાર શખ્સ ત્યાં મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. 

આ શખ્સે અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ સાથે ગેરવર્તન કર્યું હતું અને કાયદો હાથમાં લઈને સત્ફ ઉપર ઓફ જમાવ્યો હતો અને આવું તે વારંવાર કરતો હોવાનું સામે આવ્યું હતું જેથી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે આ શખ્સની ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી કરી છે.

 

Print