www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મારા ઘર પાસે બેસવું નહી કહી વિદ્યાર્થીને છરી બતાવી નરેન્દ્ર પરમારે માર માર્યો


આલાપ ગ્રીન સીટીની પાછળ સમૃધ્ધિ પાર્કનો બનાવ: યુનિ. પોલીસે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સાંજ સમાચાર

રાજકોટ તા.25
 આલાપ ગ્રીન સીટીની પાછળ સમૃધ્ધિ પાર્કમાં મારા ઘર પાસે બેસવું નહીં કહી વિદ્યાર્થીને છરી બતાવી નરેન્દ્ર પરમાર નામના શખ્સે માર મારતા યુનિ. પોલીસે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 બનાવ અંગે વિદ્યુતનગર-1માં રહેતા ક્રિશ પારસભાઈ કામદાર (ઉ.17)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નરેન્દ્ર રમેશ પરમાર રહે. આલાપ ગ્રીન સીટી જીનીયસ હાઈટ્સ સમૃધ્ધિ પાર્ક-2નું નામ આપતા યુનિ. પોલીસે મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
 વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે તે ધો.10માં અભ્યાસ કરે છે.

 ગઈકાલે રાત્રીના 11 વાગ્યે તે તેના મીત્ર ભાર્ગવ વાળા, જયમીન વ્યાસ, સહિતના શેરીમાં જીનીયસ હાઈટસ સમૃધ્ધિ સોસાયટી પાસે રોડ પર બેન્ચીસમાં બેઠા હતા અને અંદરોઅંદર વાતચીત કરતા હતા તે દરમ્યાન નરેન્દ્ર પરમાર ધસી આવેલ અને કહેલ કે આજ પછી રાતે અહી મારા ઘર પાસે કોઈ દિવસ બેસતા નહીં તેમ કહી ગાળો આપવા લાગતા અંદરોઅંદર બોલાચાલી થઈ હતી.

 દરમ્યાન આરોપીએ પોતાની પાસે રહેલ છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. બાદમાં તેમને 100 નંબરમાં ફોન કરતા દોડી આવેલ પીસીઆર વાનમાં આરોપીને બેસાડી પોલીસ મથકે લઈ જવાયો હતો. બાદમાં યુનિ. પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Print