www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આજથી નવા કાયદા લાગું: આઈપીસીની જગ્યાએ ભારતીય ન્યાય સંહીતા અમલી


હત્યા હત્યાનો પ્રયાસ, દુષ્કર્મ, છેતરપીંડી દેશદ્રોહ સહીતની કલમમાં ધરખમ ફેરફારો

સાંજ સમાચાર

અમદાવાદ,તા.1
દેશમાં ઈન્ડિયન પીનલ કોડ સહિતના એકટના કાયદામાં મોટાપાયે ફેરફાર કરાયા બાદ આજથી સમગ્ર દેશમાં અમલમાં મુકવામાં આવનાર છે. જે અનુસંધાને ગુજરાત પોલીસે નવા કાયદાના અમલ માટે તૈયારીઓ પૂર્ણ કરી છે .

જેમાં રાજયના તમામ પોલીસ અધિકારીઓ માટે વિશેષ તાલીમ સત્ર ગોઠવવામાં આવ્યા હતાં. આ ઉપરાંત પોલીસને લગતા તમામ સોફટવેરમાં પણ નવા કાયદા અંગે તમામ અપડેટ કરી દેવાયું છે. કેન્દ્ર સરકારે વર્ષ 2023માં ભારતીય દંડ સહિતા એટલે ઈન્ડિયન પીનકોડ, ફોજદારી પ્રક્રિયા સંહિતા અને ઈન્ડિયન ઈવીડન્સ એકટમાં મોટા પ્રમાણમાં ફેરફાર કર્યા હતાં.જે કાયદાનો અમર આજથી થવાનો છે.

ત્યારે ગુજરાત પોલીસ દ્વારા આ અનુંસધાનમાં છેલ્લા ત્રણ મહિનાથી તૈયારીઓ કરવામાં આવી હતી.જે અંગે રાજય પોલીસ વડા વિકાસ સહાયે પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ અધિકારી કર્મચારીઓ સાથે વાત કરી હતી. પોલીસને નવા કાયદા અંગે માહિતી મળી રહે તે માટે સમગ્ર ગુજરાતમાં વિશેષ તાલીમ સત્ર યોજવામાં આવ્યા હતાં.આ ઉપરાંત સોફટવેરમાં તમામ નવા કાયદાની વિગતો અપડેટ કરવામાં આવી છે. 

જેથી પોલીસ માટે ગુનો નોંધવાની કામગીરી સમયે સરળતા રહેશે.સાથેસાથે શરૂઆતના તબકકામાં થોડી મુશ્કેલી શકયતાને ધ્યાનમાં રાખીને નવા કાયદાના નિષ્ણાંતોની મદદ મળી તે માટે જિલ્લા અને શહેરો પ્રમાણે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, નવા કાયદામાં હત્યા, હત્યાનો પ્રયાસ દુષ્કર્મ, છેતરપીંડી, દેશદ્રોહ, સહીતની કલમમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે.

Print