www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સ્વામિના કરતૂતમાં નવો ઘટસ્ફોટ : રૂરલ પોલીસે ફરિયાદ ન નોંધતા રાજકોટ મહિલા પોલીસે ઝીરો નંબરથી FIR કરી’તી


ભાયાવદર પોલીસે બાદમાં ગુનો દાખલ કર્યો, ખીરસરા ઘેટિયાની સ્વામિનારાયણ સંસ્થાના ધરમસ્વરૂપદાસ સ્વામિ અને હોસ્ટેલ સંચાલક મયુર કાસોદરીયા સામે આક્ષેપો: રાજકોટની 30 વર્ષની યુવતી સાથે રૂમમાં જ ખોટા લગ્ન કરી ધરમસ્વરૂપદાસ સ્વામિએ અનેક વખત કૂકર્મ કર્યું

સાંજ સમાચાર

રાજકોટ, તા.15
દુષ્કર્મના બનાવમાં સ્વામિના કરતૂતમાં નવો ઘટસ્ફોટ થયો છે. રૂરલ પોલીસે ફરિયાદ ન નોંધાતા રાજકોટ મહિલા પોલીસે ઝીરો નંબરથી એફઆઈઆર કરી હતી. ભાયાવદર પોલીસે બાદમાં ગુનો દાખલ કર્યો હતો, ખીરસરા ઘેટિયાની સ્વામિનારાયણ સંસ્થાના ધરમસ્વરૂપદાસ સ્વામિ, ધરમસ્વરૂપદાસ સ્વામિ અને હોસ્ટેલ સંચાલક મયુર કાસોદરીયા સામે આક્ષેપો થયા છે. રાજકોટની 30 વર્ષની યુવતી સાથે રૂમમાં જ ખોટા લગ્ન કરી ધરમસ્વરૂપદાસ સ્વામિએ અનેક વખત કૂકર્મ કર્યું હતું.

રાજકોટમાં સાધુવાસવાણી રોડ પર એક એપાર્ટમેન્ટમાં રહેતી 30 વર્ષીય યુવતીએ રાજકોટ શહેર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મારા પરિવારમાં માતા-પિતા અને મારે બે ભાઈ છે. ગઇ તા.25/12/2020ના રોજ ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામે સ્વામિનારાયણ ગુરુકુળ આવેલ છે. ત્યાં રહેતા ધરમસ્વરૂપદાસ સ્વામિએ મને ફેસબુકમાં ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલેલ હતી. મેં રીકવેસ્ટ તેમનું પ્રોફાઇલ જોઇને એક્સેપ્ટ કરેલ હતી. ફોન નંબરની આપ-લે થતા વોટસએપમાં વાતચીતો કરતા.

આમ, પરીચય થતા મિત્રતા બંધાઈ હતી. એક દિવસ તેણે મને રૂબરૂ મળવા બોલાવતા હું ફેબ્રુઆરી માસમાં ખીરસરા ગામે ગયેલ. હું અરણી ગામના બસ સ્ટેશન ખાતે ઉતરતા મયુર કાસોદરીયા મને લેવા માટે આવેલ. જેને સ્વામિએ મોકલેલ. મયુર મને ગુરુકુળમાં લઈ આવ્યો. પહેલેથી જ ધરમસ્વરૂપદાસ સ્વામિએ મને કીધેલ કે, ગુરુકુળમાં ગેસ્ટ રૂમ આવેલ છે તો તમે ત્યાં જ જતા રહો હું તમને ત્યાં મળીશ. જેથી હું ત્રીજા માળે આવેલ ગેસ્ટરૂમાં ગયેલ. ત્યાં આ ધરમસ્વરૂપદાસ સ્વામિ હાજર જ હતા.

♦ હું તારો કાયદેસરનો પતિ, તારા પર મારો હક છે
વધુમાં યુવતીએ જણાવ્યું કે, ધરમસ્વરૂપદાસ મારી સાથે વાતો કરવા લાગેલ અને મને આશ્વાસ ન આપેલ અને મને ખોટી હમદર્દી બતાવીને ભેટી પડેલ. મને ચુંબન કરવાની કોશિશ કરેલ અને મેં તેનો પ્રતિકાર કરતા તેણે મારી સાથે લગ્નની વાત કરેલ. મને વાતમાં ફસાવી મને છેતરીને ખોટી રીતે મારી સાથે ત્યાં ગેસ્ટરૂમમાં જ લગ્ન કરેલ હતા. હવે હું તારો કાયદેસરનો પતિ છું. જેથી હવે તારા ઉપર મારો હક્ક છે. તેમ કહીં તે રાતે આ ધરમસ્વરૂપદાસ સ્વામિએ પરાણે શરીર સંબંધ બાંધેલ.

પછી અઠવાડીયાના ગાળામાં બે વખત આ સ્વામિને મળવા માટે ગયેલ હતી. પછી મેં મારા પરીવારને સાધ્વી બનવા અંગેની વાત કરેલ. હનુમાન જયંતિના દીવસે હું તથા મારા પરીવાર સાથે ખીરસરા ગામે ગયેલ અને ત્યાં સ્વામિને મળેલ અને સાધ્વી થવા અંગેની વાતચીત કરેલ તો આ ધરમસ્વરૂપદાસ સ્વામિજીએ મને કંઠી પહેરાડાવેલ અને દીક્ષા અપાવેલ હતી. હું દીક્ષા બાદ ખીરસરાથી ટીંબડી ગામમાં ગર્લ્સ હોસ્ટેલ આવેલ. ત્યાં મને એક રૂમ આપેલ અને હું ત્યા રોકાયેલ હતી. 

♦ 24 કલાકમાં પાંચ વખત શરીર સંબંધ બાંધેલ
બીજા દીવસે સવારે હુ હોસ્ટેલના સંચાલકને કહેલ કે, મારા પરીવાર ખીરસરા ગુરુકુળમાં રોકાયેલ છે. તો હું છેલ્લી વાર તેને મળવા માગુ છુ. તેવું બહાનું બતાવતા સ્વામિએ મને કહેલ હતું. જેથી હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરીયા કે જે સ્વામિનું બધુ જાણતો હોય અને સ્વામિને મદદગારી કરતો હોય તે મયુરને કહેલ કે જેથી તે મને ખીરસરા ગુરુકુળ મુકવા આવેલ જયાં હું સ્વામિને મળેલ અને ત્યાં રાત રોકાયેલ ત્યારે આ ધરમસ્વરૂપદાસ સ્વામિએ દીવસના તેમજ રાત્રીના એમ કુલ પાંચ વાર મારી સાથે શરીર સંબંધ બાંધેલ અને ત્યારબાદ થોડા દીવસ બાદ મારા પીરીયડ મીસ થઇ જતા મેં સ્વામિને વાત કરેલ હોય જેથી સ્વામિએ મયુર સાથે પ્રેગનેન્સી ટેસ્ટ કીટ મોકલાવેલ હતી.

જેમાં ચેક કરતા હું પ્રેગનેન્ટ હોવાનું માલુમ પડેલ જેથી મેં સ્વામિને ફોન કરી પ્રેગનેન્સી અંગેની વાત કરતા સ્વામિએ ગર્ભપાત થવા અંગેની દવા મયુર સાથે મોકલાવેલ અને કહેલ કે આ દવા ખાઇ જજે જેથી મેં સ્વામિના કહેવાથી દવા ખાધેલ અને મારો ગર્ભ પડી ગયેલ હતો. ત્યારબાદ મને ભુજ ખાતે સાધવીની ટ્રેનીંગ માટે મોકલેલ હતી અને ત્યારબાદ ભુજ ટ્રેનીંગ પુરી કરી હળવદ ટ્રેનીંગમાં મોક લેલ હતી. ત્યાં ટ્રેનીંગ પુરી કરી હુ પાછી ટીંબડી આવતી રહેલ હતી.

આ સમયગાળા દરમ્યાન મારે આ સ્વામિ સાથે મતભેદ થયેલ હતો. જેથી સ્વામિએ મને સમજાવેલ કે તુ ખોટું વિચારે છે. મેં તારી સાથે કંઈ ખોટું કરેલ નથી. હુ તને સારી રીતે જ રાખું છું. પરંતુ હું માનેલ નહી જેથી સ્વામિ નારાયણસ્વરૂપદાસને આ સમગ્ર બનાવની વાત કરેલ હતી. જે બાબતની જાણ સ્વામિને અગાઉથી જ હતી. અને બાદમાં હોસ્ટેલ સંચાલક મયુરભાઈ તથા મોટા સ્વામિ નારાયણસ્વરૂપદાસ તથા ધરમસ્વરૂપદાસ સ્વામિ આ ત્રણેય જણા મારી સાથે જે કરેલ તે બાબતે મને ધમકાવેલ અને કહેલ કે તુ આ વાત કોઇને કરીશ તો અમે જોઇ લઈશ તને ? સમાજમા બદનામ કરીને રાખી દઈશુ તને જીવવા જેવી નહી રહેવા દઇએ. તે લોકો આ વાત દબાવવા માંગતા હતા જેથી એનકેન પ્રકારે મને ડરાવીધમકાવીને ચુપ કરાવેલ હતી.

♦ આપણા લગ્ન થયા એ વાત કોઈને ન કરતી, આપણે સાધુ-સાધ્વી થઈ સાથે રહીશું
ભોગ બનનારે જણાવ્યું મેં, પ્રથમ વખત શરીર સંબંધ બાંધ્યો ત્યારે ધરમસ્વરૂપ સ્વામિએ કહ્યું કે, આપણા લગ્ન થઇ ગયેલ છે. તે વાત તું કોઈને કહેતી નહી આપણે સમાજમાં કાયદેસર લગ્ન ન કરી શકીએ આપણે સાધુ-સાધ્વી થઈને સાથે રહીશું. જેથી યુવતીએ ઘરે કોઈને વાત કરેલ ન હતી.

યુવતી પુરાવા એકત્ર કરતી હતી તે સ્વામિજીને ખબર પડી ગઇ’તી

રાજકોટ: ભુજ-હળવદથી પરત ફર્યા પછી યુવતીને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે, હવે સ્વામિ તેને પહેલાની જેમ રાખવાના નથી. જેથી તેણે પોતાની સાથે થયેલ શોષણ અંગે પુરાવા ભેગા કરવાનું શરૂ કર્યું હતું. ગુરુકુળ-હોસ્ટેલમાંથી સીસીટીવી મેળવવા પ્રયત્ન કર્યો તે સ્વામિને ખબર પડી જતાં યુવતીને બોલાવી ‘તારે જ્યાં જવું હોય ત્યાં જા તારું કોઇ માનશે પણ નહી’ અમારી લાગવગ ખૂબ ઉપર સુધી છે તેમ કહી યુવતીને હોસ્ટેલમાંથી કાઢી મુકી હતી.

 

મન ભરાઇ જતાં યુવતીને દૂર કરતા મતભેદો થયા

રાજકોટ: પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ પહેલા સ્વામીએ યુવતિને ગુરૂકુળ અને હોસ્ટેલમાં જ રાખી હતી. પણ ગર્ભપાતની દવા આપ્યા બાદ યુવતિને ભુજ અને હળવદના ગુરૂકુળ-હોસ્ટેલમાં તાલીમના બહાને મોકલી દીધી હતી. સ્વામિજી યુવતિને દૂર જ રાખતા હોવાથી યુવતિ ખીરસરા પહોંચી હતી પછી અહીં મતભેદ થયા હતાં.

 

 

Print