www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વાયરલ સમાચારોને કેન્દ્ર સરકારે ફગાવ્યા

અગ્નિપથ યોજના ફેરફારો સાથે શરૂ થવાના ન્યુઝ ખોટા: કેન્દ્રની સ્પષ્ટતા


સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.17
સરકારે અગ્નિપથ યોજનાને ફેરફારો સાથે ફરીથી શરૂ કરવાના સમાચારને નકારી કાઢ્યા છે. સોશિયલ મીડિયા પર ફરતા આવા મેસેજને સરકારે ફેક ગણાવતા સ્પષ્ટતા કરી છે કે, અગ્નિપથ યોજનાને લઈને હજુ સુધી આવા કોઈ નિર્ણય લેવાયા નથી. 

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના એક્સ હેન્ડલ પર સ્પષ્ટતા કરાઈ છે કે ‘એક ફેક વોટ્સએપ મેસેજમાં દાવો કરાયો છે કે અગ્નિપથ યોજનાની સમીક્ષા કરીને ઘણાં ફેરફારો કરાયા છે. હવે તે ‘સૈનિક સન્માન યોજના’ તરીકે ફરીથી શરૂ કરાઈ છે.

હવે અગ્નિપથ યોજનામાં સેવાનો સમય ચાર વર્ષથી વધારીને સાત વર્ષ કરાયો છે. અગાઉ 25 ટકા સ્ટાફ કાયમી કરાતો હતો, પરંતુ હવે 60 ટકા સ્ટાફ કાયમી કરાશે. આ સિવાય અગ્નિવીરોની આવક પણ વધારાઈ છે. જો કે આવા કોઈ નિર્ણય લીધા નથી. આ સમાચાર ખોટા છે.’ 

 

Print