www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ધોરાજી પંથકમાં સચરાચર મેઘસવારી : એક જ રાતમાં 4 ઇંચ


નાના-મોટા ચેકડેમ નવા નીરથી છલોછલ ભરાયા : ધરતીપુત્રો ખુશખુશાલ

સાંજ સમાચાર

(સાગર સોલંકી / ધર્મેન્દ્ર બાબરીયા)
ધોરાજી, તા. 1
ધોરાજી તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સચરાચર મેઘસવારીના પગલે એક જ રાતમાં ચાર ઇંચ વરસાદી પાણી પડી જવા પામેલ છે. જેથી મૌસમનો કુલ વરસાદ આઠ ઇંચ પર પહોંચી જવા પામેલ છે. આ વરસાદના પગલે ધરતીપુત્રો ખુશખુશાલ બની જવા પામેલ છે. 

ધોરાજી વિસ્તારમાં ગઇકાલે દિવસ દરમ્યાન ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ રાત્રે જોરદાર જમાવટ કરી હતી. આ લખાય છે ત્યારે પણ અવિરત મેઘસવારી ચાલુ છે. સારા વરસાદથી આગોતરા વાવેતર કરેલ મોલાતને નવજીવન મળેલ છે. રાત્રીના સમયે એક રાતમાં 4 ઇંચ વરસાદ પડતા નાના મોટા ચેકડેમોમાં નવા નીરથી ભરાઇ ગયા છે.

 સફુરા નદી પરનો નાનો ચેક ડેમ ઓવરફલો થયેલ છે. ટાઇમસર સારા વરસાદથી ખેડુતો કપાસ, મગફળી, સોયાબીન, કઠોળનું વાવેતર કરનાર છે. ધોરાજી અને જામકંડોરણા તાલુકાને પીવાનું પુરા પાડતા ફોફળ ડેમમાં નવા નીર આવતા ખેડુતોએ મેઘરાજાનો આભાર માની નવા નીરને આવકારેલ હતા. કુલ મોસમનો વરસાદ 8 ઇંચ થયેલ છે. 

Print