www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

HDFC બેંકના ગ્રાહકો સાવધાન!

હવે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ થર્ડ પાર્ટી એપથી કરશો તો 1% વધારાનો ચાર્જ લાગશે : 1 ઓગસ્ટથી નિયમ લાગુ કરાશે


પેટીએમ, ક્રેડ, મોબી ક્વિક જેવી એપથી પેમેન્ટ કરશો એટલે ચાર્જ લાગશે

સાંજ સમાચાર

મુંબઈ : ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંકે ક્રેડિટ કાર્ડ ધારકો માટે તેના નિયમો અને શરતોમાં સુધારો કર્યો છે. નવા નિયમો 1 ઓગસ્ટ, 2024થી અમલમાં આવશે. કંપનીએ કહ્યું છે કે થર્ડ પાર્ટી પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરીને ભાડાના વ્યવહારો માટે 1% ચાર્જ કરવામાં આવશે.

PayTM, CRED, MobiKwik અને ચેક જેવી થર્ડ પાર્ટી પેમેન્ટ એપ દ્વારા કરવામાં આવતા ભાડાના વ્યવહારો પર ટ્રાન્ઝેકશનની રકમ પર 1 ટકાનો ચાર્જ પણ વસૂલવામાં આવશે. 

► આ નિયમ છે : 
ચુકવણીની મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેકશન રૂ. 3,000 છે. રૂ. 50,000થી વધુના યુટિલિટી ટ્રાન્ઝેકશન પર 1% ચાર્જ, રૂ. 50,000થી નીચેના ટ્રાન્ઝેકશન પર કોઈ વધારાનો ચાર્જ નહીં. જોકે, રૂ. 50,000થી વધુના વ્યવહારો પર 1 ટકા ચાર્જ લાગશે. પ્રતિ ટ્રાન્ઝેકશન રૂ. 3,000ની મર્યાદા છે. જો કે, વીમા વ્યવહારોને આ શુલ્કમાંથી મુક્તિ આપવામાં આવી છે. રૂ. 15,000થી વધુના ઈંધણ વ્યવહારો પર 1% ચાર્જ વસૂલવામાં આવશે. રૂ. 15,000 થી ઓછા વ્યવહારો પર કોઈ વધારાના શુલ્ક લાગશે નહીં. રૂ. 15,000થી વધુના વ્યવહારો પર સમગ્ર રકમ પર 1 ટકા ચાર્જ લેવામાં આવશે. પ્રતિ ટ્રાન્ઝેકશન રૂ. 3,000ની મર્યાદા છે

► થર્ડ પાર્ટી એપ્સ પર 1% ફી : 
કોલેજ અથવા સ્કૂલની વેબસાઈટ અને તેમના ઙઘજ મશીનો દ્વારા સીધા કરવામાં આવેલા વ્યવહારો માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. CRED, PayTM જેવી થર્ડ પાર્ટી એપ્સ દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેકશન પર 1% ચાર્જ લાગશે.

દરેક વ્યવહાર પર રૂ. 3000 ની મર્યાદા લાગુ થશે. તમામ આંતરરાષ્ટ્રીય અથવા ક્રોસ કરન્સી વ્યવહારો પર 3.5% ની માર્કઅપ ફી વસૂલવામાં આવશે. બાકી રકમના આધારે લેટ પેમેન્ટ ફીનું માળખું રૂ. 100 થી રૂ. 300 સુધી સુધારવામાં આવ્યું છે.

સ્ટેટમેન્ટ ક્રેડિટ અથવા કેશબેક પર રિવોર્ડ રિડીમ કરનારા ગ્રાહકો પાસેથી રૂ. 50 ની રિડેમ્પશન ફી વસૂલવામાં આવશે. રિવોલ્વિંગ ક્રેડિટ ફેસિલિટીનો ઉપયોગ કરતા ગ્રાહકોને દર મહિને 3.75% ચાર્જ કરવામાં આવશે. આ વ્યવહારની તારીખથી બાકી રકમની સંપૂર્ણ ચુકવણી સુધી લાગુ રહેશે.

કોઈપણ ઓનલાઈન અથવા ઓફલાઈન સ્ટોર પર ઈઝી-ઈએમઆઈ વિકલ્પનો લાભ લેવા માટે, ગ્રાહકોએ રૂ. 299 સુધીની EMI પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે.

Print