www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વિરપુરમાં વિજ કરંટ લાગતા વૃદ્ધનું મોત, યુવક દાઝી ગયો


વરાહ લિમિટેડ કંપનીમાં બનેલો બનાવ, ડમ્પર રિવર્સ લેતી વખતે વીજ લાઈનમાં અડી ગયું હતું

સાંજ સમાચાર

રાજકોટ, તા.17
વિરપુરમાં વિજશોક લાગતા એક વૃદ્ધનું મોત થયું હતું જ્યારે એક યુવક દાઝી ગયો હતો. વરાહ લિમિટેડ કંપનીમાં આ બનાવ બન્યો હતો. ડમ્પર રિવર્સ લેતી વખતે વીજ લાઈનમાં અડી ગયું હતું. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી અને મૃતક-ઇજાગ્રસ્તના સગા સંબંધી પાસેથી મળતી વિગત મુજબ, વિરપુરમાં રવિ હોટલ સામે વરાહ લિમિટેડ કંપની આવી છે અહીં ટ્રક કેબિન વગેરેનું કામ થાય છે. ગઈકાલે સવારે 7.30 વાગ્યે કંપનીના ગેરેજમાંથી ડમ્પર બહાર કાઢતા હતા.

લવલીસિંઘ જીવનસિંઘ (ઉં.વ. 35) ટ્રક ચલાવતો હતો. જ્યારે મૃતક મહિપાલસિંહ ભુરીસિંહ(ઉ.વ.59) પાછળની તરફથી ટ્રક રિવર્સ લેવડાવતો હતો.  તે સમયે 11 કેવી લાઈનમાં ડમ્પરનું ઠાઠું અડી જતા મહિપાલસિંહએ ઠાઠું પકડ્યું હોય, જોરદાર વીજ કરંટ લાગેલો. આ તરફ ડમ્પર ચલાવતા લવલીસિંઘને પણ કરંટ લાગ્યો હતો. તત્કાલ બંનેને વિરપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા અહીં મહિપાલસિંહનું સારવારમાં મૃત્યુ થયું હતું.

મહિપાલસિંહ મૂળ ઉત્તરપ્રદેશના હાથરસના વતની હતા. અહીં ડ્રાઇવિંગ કરતા, તેને સંતાનમાં 3 દીકરા છે. ત્રણ ભાઈ એક બહેનમાં મોટા હતા. તેમના મૃતદેહને પોલીસે પીએમ અર્થે ખસેડ્યો હતો. લવલીસિંઘ સારવારમાં છે તે દોઢ મહિનાથી કંપનીમાં કામે લાગ્યો હતો. તે ટ્રક રીપેરીંગનું કામ કરે છે. મૂળ પંજાબનો છે.

Print