www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માના જન્મ દિને દીકરી આરાધ્યા સાથે ઐશ્વર્યા મા પાસે પહોંચી


જન્મ દિન પાર્ટીમાં અભિષેકની ગેરહાજરી પર લોકોના સવાલો

સાંજ સમાચાર

મુંબઈ: ઐશ્વર્યા રાય બચ્ચન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનું સૌંદર્ય વિખેર્યા બાદ દેશ પરત ફરી છે. દેશ પરત ફર્યા બાદ તે મતદાનના દિવસે મત આપતી નજરે પડી હતી.

 હવે તેની નવી તસવીર બહાર આવી છે. ખરેખર તો ઐશ્વર્યા રાય બચ્ચને પોતાની માતા વૃંદા રાયનો જન્મ દિવસ આ સેલિબ્રેશનના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ અવસરે તેની સાથે તેની દીકરી આરાધ્યા પણ હાજર હતી.ઐશ્વર્યાએ માના બર્થ ડેએ એક નાની પાર્ટી પણ રાખી હતી. જેમાં સંબંધીઓ પણ સામેલ થયા હતા.

 ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસ્વીરોમાં ઐશ્વર્યા માં વૃદા, દીકરી આરાધ્યા અને સંબંધીઓ સાથે નજરે પડે છે.

 ઐશ્વર્યાએ કેપ્શનમાં લખ્યું છે-હેપ્પી બર્થ ડે ડાર્લીંગ મમ્મી-ડોડા. આપને ખુબજ પ્રેક કરું છું. જોકે આ તસ્વીરોમાં પતિ અભિષેક બચ્ચન નજરે નથી પડતો.
 જોકે આ કારણે તમામ લોકો અભિષેકની ગેરહાજરીને લઈને કોમેન્ટ બોકસમાં સવાલ પણ કરતા હતા.

Print