www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ધ્રાંગધ્રામાં એક ઈંચ વરસાદ પડતા મુખ્ય બજાર સહિત વિસ્તારોમાં સ્વીમીંગ પુલની સ્થિતિ સર્જાઈ


પ્રિ-મોન્સુન કામગીરી પર ઉઠયા સવાલ: વરસાદી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ

સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.1
ધાંગધ્રા શહેરમાં ચોમાસાનો પહેલો વરસાદ અંદાજિત એક ઇંચ જેટલો વરસાદ પડતા મુખ્ય બજાર રાજકમલ ચોક શક્તિ ચોક જૂની સાકમારેક દરિયાલ મંદિર વાડીલાલ આઈસ્ક્રીમ ઝાલા ટોડ વગેરે મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા હતા જેમાં વરસાદી પાણી થી સ્મિગ પુલ ની સ્થતી સજાઈ હતી.

સુરેન્દ્રનગર જિલ્લા ના ધાંગધ્રા માં માત્ર એક ઈચ જેટલો વરસાદ પડતા મુખ્ય વિસ્તારો થયા પાણી પાણી શહેરના શક્તિ ચોક સહિત વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરતા નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા કરવામાં આવતી કામગીરી ઉપર ઉઠ્યા સવાલો બોપર ના સમયે માત્ર એક જ કલાકમાં અંદાજિત એક ઈંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર શહેરના રાજકમલ , ચોક શક્તિ ચોક સહિત વિસ્તારમાં પાણી ભરાયા સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકો તથા રાહદારીઓ તથા સ્થાનિક દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જ્યારે આ વિસ્તાર નિચાણ વાળો હોવાથી વરસાદ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે નગરપાલિકા દ્વારા આ વિસ્તારના પ્રક્ષ્ને યોગ્ય આયોજન બધ કામગીરી કરી નિકાલ કરવો જોઈએ જેથી વારંવાર થતી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે

 

Print