www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વાહનોમાં રાંધણ ગેસ ભરવાના ગુન્હામાં આરોપીને એક વર્ષની જેલ


સાંજ સમાચાર

જામનગર તા.17:

જામનગરમાં વર્ષ 2011માં મામલતદાર અને ટીમએ પટેલકોલોની રોડ ઉપર દરોડો પાડીને વાહનોમાં રાંધણગેસ પુરવા અંગે નોંધાવેલી પોલીસ ફરિયાદનો કેસ ચાલી જતા અદાલતે એક આરોપીને 1 વર્ષની જેલ અને રૂ.10 હજાર દંડ તથા અને બીજા આરોપીને છ માસની જેલ અને રૂ.5 હજારનો દંડ ફરમાવ્યો છે.

તત્કાલિન સીટી મામલતદાર ચેતનકુમાર ગાંધીએ તા.4/2/ 011ના રોજ કિરિટભાઈ બારાઈ અને પરેશ ભોજવાણી સામે લિકિવડ પેટ્રોલીયમ ગેસના અધિકૃત વિક્રેતા ન હોવા છતાં તેઓ દ્રારા પ્રવાહી પેટ્રોલીયમ ગેસના ભરેલા તથા ખાલી ઘર વપરાશના રાધણગેસના તથા કોમર્શીયલ વપરાશના સિલીન્ડરો નંગ-7 અનઅધિકૃત કરીને પોતાના કબ્જામાં રાખીને તે સિલીન્ડરોમાંનો જા ગેસ ઈંધણ તરીકે ઉપયોગ કરવા માટે ગેરકાયદેસર વેચાણ કરવા અંગે સીટી-બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ચાલી જતાં અદાલતમાં સરકારી વકીલ ડી.એન. ત્રિવેડીએ અદાલતને રજુઆત કરી હતી કે, અધિકારીઓએ સ્થળ પર પંચ રોજકામ કરીને વાહનો, બાટલા અને અન્ય મુદ્દામાલ પણ કબ્જે લીધા હતા.

જિલ્લા પુરવઠા નિરિક્ષકનો અહેવાલ અને પુરાવા ધ્યાને લેતા ફરિયાદ પક્ષનો કેસ પુરવાર થાય છે.  અદાલતે બંને પક્ષોની રજૂઆતો સાંભળી મહિલા સરકારી વકીલની રજુઆતો ગ્રાહ્ય ગણીને કિરિટભાઈ બારાઈને એક વર્ષની જેલ સજા અને રૂ.10 હજાર દંડ તથા પરેશ ભોજવાણીને છ માસની જેલ સજા તથા રૂ.પ હજારનો દંડ ફરમાવતો હુકમ કર્યો છે.

Print