www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સોના દ્વારા મની લોન્ડરીંગ અટકાવવા.....

રોકડમાં માત્ર 50 હજાર સુધીની જ જવેલરીની ખરીદી થઈ શકશે


હાલ આ મર્યાદા 2 લાખની છે: સરકારને આશંકા છે કે જવેલરીની દુકાનોમાં હાઈ વેલ્યુ રોકડ લેવડ-દેવડનો રિપોર્ટ નથી કરાતો તેથી ગાળીયો કસવા તૈયારી

સાંજ સમાચાર

મુંબઈ,તા.1
 કેશ-રોકડમાં સોનુ ખરીદવા પર પ્રતિબંધ નથી પણ જવેલર્સ દર લેવડ-દેવડમાં 2 લાખ રૂપિયાથી વધુ કેશનો સ્વીકાર નથી કરી શકતા અને બે લાખ રૂપિયાથી વધુની ખરીદી માટે પાન કે આધાર કાર્ડ જરૂરી છે. આમ છતાં જવેલરીનું ખૂબ જ મોટા બજારમાં પીએમએલએ નોર્મ્સને લઈને સાચૂ કારણ નથી જોવા મળતુ.

આ સ્થિતિમાં ઈન્ડસ્ટ્રી એકસપર્ટ અને મંત્રાલયનાં નજીકનાં સુત્રો અનુસાર આગામી બજેટમાં બુલીયન, જવેલરી વગેરે ખરીદવા માટે કેશ લીમીટને હાલમાં 2 લાખ રૂપિયાથી ઘટાડીને લગભગ 50 હજાર સુધી કરવાની સંભાવના છે.

સરકારમાં એ ધારણા છે કે જવેલરીની દુકાનમાં હાઈ વેલ્યુની રોકડ લેવડ-દેવડના રિપોર્ટ કરવામાં નથી આવતા એટલે વધુ અંકુશ અને કાર્યવાહીની જરૂર છે. જેની સોનાના માધ્યમથી મની લોન્ડ્રીંગ પર ગાળીયો કસી શકાય.

500 કરોડથી વધુનો વાર્ષિક કારોબાર
આઈબીજીએના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ આ બાબતે જણાવ્યું હતું કે જવેલર્સ દરેક શંકાસ્પદ રોકડ લેવડ-દેવડની ગુપ્ત એકમ (એફઆઈયુ) ને આપવાની હતી જે આવી ગતિવિધી પર નજર રાખવા જવાબદાર છે તેના માટે 500 કરોડથી વધુ વાર્ષિક કારોબાર કરનાર જવેલર્સો એક નોડલ અધિકારી નિયુકત કરવો પડશે અને એફઆઈ-3 સાથે રજીસ્ટ્રેશન કરાવવુ પડે છે.

આ ઉપરાંત જે જવેલરનુ ટર્નઓવર 500 કરોડથી ઓછુ છે તેણે શહેરનાં સ્થાનીક જવેલરી એસો.સાથે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જેના બદલામાં એક નોડલ અધિકારી નિયુકત કરવાનો હોય છે. પણ તેમાં રજીસ્ટ્રેશન નગણ્ય જ હોય છે.બની શકે કે સરકાર કેશથી જવેલરી ખરીદવાની લીમીટ ઘટાડી દે જોકે મહેતાનું માનવુ છે કે ભારતની મોટાભાગની વસ્તી ગ્રામીણ છે.

આ સ્થિતિમાં કેશમાં ખરીદીની આ સીમાને ઘટાડવી મુશ્કેલ બનશે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા મની લોન્ડ્રીંગ એકટ અંતર્ગત જવેલર્સને 2023 માં પીએમએલએનાં ક્ષેત્રમાં લાવવામાં આવ્યા છે. પીએમએલએ કાયદા અનુસાર એક જ ગ્રાહક સાથે વારંવાર કે એક મહિનામાં અનેક લેવડ દેવડનાં માધ્યમથી રોકડ લેવડ-દેવડ કરનાર જવેલર્સને 10 લાખ રૂપિયાથી વધુ લેવડ-દેવડનો રિપોર્ટ એફઆઈયુ કે એસો.નાં નોડલ અધિકારીએ આપવાનો રહે છે.

 

Print