www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દાહોદ-અમદાવાદ-ગાંધીનગર સિવાય રાજયમાં ગરમીમાં આંશિક ઘટાડો: હજુ એલર્ટ


આગ ઝરતી લૂ હજુ યથાવત: અનેક સ્થળે 1થી 2 ડિગ્રી તાપમાન ઘટયું: અમદાવાદ - ગાંધીનગરમાં હજુ રેડ એલર્ટ: જામનગર - જુનાગઢ - સુરેન્દ્રનગર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ

સાંજ સમાચાર

રાજકોટ,તા.25
દાહોદ- અમદાવાદ- ગાંધીનગર સિવાય રાજયનાં મોટાભાગનાં શહેરોમાં ગઈકાલે કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળવા પામી હતી જો કે બપોરનાં ભાગે આગઝરતી લૂં યથાવત રહેવા પામી હતી.

ગઈકાલે દાહોદમાં 46.6 ડિગ્રી તથા 45.5 ડિગ્રી સાથે અમદાવાદ અને ગાંધીનગર સૌથી ગરમ શહેર રહ્યા હતા. આ ઉપરાંત અમરેલીમાં 43.8, રાજકોટમાં 42.7, વડોદરામાં 44, ભાવનગરમાં 42, ભુજમાં 42.5, છોટાઉદેપુરમાં 44, સુરેન્દ્રનગરમાં 44, ડાંગમાં 41.1, ડીસામાં 44.8, દિવમાં 37.2, દ્વારકામાં 32.8 તથા કંડલામાં 37.9 અને નલીયામાં 36.6 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગ તરફથી આગામી થોડા દિવસો માટે હિટવેવની ચેતવણી આપવામાં આવેલ છે. જેથી ભાવનગરનું અમુક દિવસો માટે તાપમાન ખુબ જ ઊંચું રહેનાર હોય આ પરિસ્થિતિમાં શહેરીજનોને ગરમીથી સુરક્ષા મળી રહે અને ડી- હાઈડ્રેશન ન થાય તે હેતુથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ 10 થી 12 જેટલા સર્કલ -સ્થળોએ ઘછજ સાથેના પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેનો સમગ્ર શહેરીજનોને લાભ લેવા માટે મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.

ભાવનગરમાં રાત્રિનુ તાપમાન પણ  30.6 ડિગ્રી નોંધાયું હતું  ભાવનગરમાં ગરમીનું જોર યથાવત રહ્યું છે.  શુક્રવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 42.0 ડિગ્રી રેહેવા પામ્યું હતું. જ્યારે  લઘુતમ તાપમાન 30.6 ડિગ્રી રહ્યું હતું .વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 40% રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ 26 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી. રાત્રીનું તાપમાન પણ વધતા લોકો અકળાયા છે.

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લા 10 દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ઘણા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષના મે મહિનાની ગરમીનો રેકોર્ડ પણ તૂટયો છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકરી ઉઠયા છે. જો કે રાજ્યના તમામ શહેરમાં ગઇકાલની સરખાણીએ મહતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ ગઈકાલે અમદાવાદ શહેરનું મહતમ તાપમાન 1.1 ડિગ્રી ઘટયું હતું. જ્યારે ગાંધીનગરનું મહત્તમ તાપમાન 0.5 ડિગ્રી ઘટયું હતું. આજે અમદાવાદ  અને ગાંધીનગરમાં મહતમ તાપમાન 45. ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત આ બન્ને શહેરોમાં રેડ એલર્ટની સાથે હીટવેવની અસર પણ વર્તાઈ હતી. તાપમાનનો પારો ભલે થોડો ગગડયો હોય પરંતુ લોકોને હજુ ગરમીમાંથી રાહત મળી નથી. આજે પણ બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા જે જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેથી હવે આગામી બે દિવસ રાજ્યમાં તાપમાનનું જોર એકાદ ડિગ્રી ઘટે તેવી શક્યતા છે. ત્યાર બાદ ત્રીજા દિવસથી મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. એટલે ગુજરાતવાસીઓને ગરમીથી આંશિક રાહત મળે તેવી શક્યતાઓ છે. તેમજ આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર, કચ્છ, બોટાદ, સુરેન્દ્રનગર, દીવમાં હીટવેવની અસર રહેશે.

જ્યારે મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર અને વડોદરા શહેરમાં હીટવેવની અસર રહેશે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ રહેશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મોડાસા, સાબરકાંઠા, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, જામનગર, બોટાદ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છમાં ઓરેન્જ એલર્ટ રહેશે.

વૃક્ષની કિંમત સમજાવતું પશુધન
બાબરામાં છેલ્લા એક સપ્તાહમાં રેકોડબ્રેક તાપ પડયો હતો. સરેરાશ 40 ડીગ્રીથી 46 ડીગ્રીનું તાપમાન શહેરનાં ગ્રામ્ય વિસ્તારનાં લોકોએ સહન કરર્યુ હતું. બપોરે 1ર વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી રીતસરનું કર્ફયુ લાગ્યું હોય તેમ લોકો બહાર નીકળવાનું ટાળી રહૃાા હતા રોડ અને બજારો સુમસામ જોવા મળી રહૃાા હતા. શહેરનાં રોડ પર એક મોટા વૃક્ષની નીચે મીઠા છાંયડામાં મૂંગા પશુઓ ઉભા રહી તાપમાનથી રાહત મેળવી રહૃાા હતા. 

મૂંગા પશુઓ વૃક્ષનો ઓથ મેળવી રહૃાા છે. ત્યારે એક વૃક્ષની કિંમત સમજાય માણસ તો ઘરમાં રહી પંખા કે એસી જેવા સાધનો વડે તાપમાન અને ગરમીથી રાહત મેળવે છે પણ બિચારા મૂંગા પશુઓ કયાંજાય માટે તો વૃક્ષ એકમાત્ર સહારો હોય છે. (તસ્વીર: મિલાપ રૂપારેલ)

Print