www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

યાજ્ઞિક રોડ, રેલનગર, 150 ફુટ, કોઠારીયા રોડ પરના 33 વેપારી પાસેથી પ્લાસ્ટીક જપ્ત


જાહેરમાં ગંદકી કરવા બદલ પણ રૂા. 9 હજારનો દંડ વસુલ કરાયો

સાંજ સમાચાર

રાજકોટ, તા. 23
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના ત્રણેય ઝોનમાંથી કુલ 33 આસામીઓ પાસેથી 3 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.9050નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ ઝોનના યાજ્ઞિક રોડ, રેલનગર મેઇન રોડ પર 9 આસામીઓ પાસેથી 900 ગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટીક  જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ 2050નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. વેસ્ટ ઝોનના કાલાવડ મેઇન રોડ, 150 ફૂટ રિંગ રોડ પર ઝુંબેશરૂપે પ્લાસ્ટીકનું વેચાણ કરતા 13 આસામીઓ પાસેથી 1.પ કિલો માલ જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.3900નો વહીવટી ચાર્જ વસુલાયો હતો .

જયારે  ઈસ્ટ ઝોનના કોઠારિયા રોડ, પેડક રોડ પર 11 આસામીઓ પાસેથી અર્ધો કિલો પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.3100નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

કમિશ્નર આનંદ પટેલની સૂચનાથી સોલીડ વેસ્ટ શાખા આ દંડનીય કાર્યવાહી ચલાવી રહી છે. 

Print