www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પ્લેયર ઓફ ધ મેચ બોલર હોવો જોઈએ: સંજય માંજરેકર


કોહલીને તેના 76 રન બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો

સાંજ સમાચાર

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે કહ્યું હતું કે 2024 T20 વર્લ્ડ કપ ફાઇનલમાં એક બોલર ‘પ્લેયર ઑફ ધ મેચ’ હોવો જોઈએ જેમાં ભારત સાત રનથી જીત્યું હતું. "બોલરોએ હારેલી મેચ બચાવી ટીમને જીત અપાવી.”

તેણે કહ્યું.  ઉલ્લેખનીય છે કે, કોહલીને તેની 76(59)ની ઇનિંગ માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. મેચમાં હાર્દિક પંડ્યાએ ત્રણ અને જસપ્રિત બુમરાહે બે વિકેટ ઝડપી હતી.

ખાસ કરીને જ્યારે 30 બોલમાં 30 રન જીત માત્ર જોતા હતા તે સમયે 18મી ઓવર બૂમરાહ આવી અને ફકત ઓવરમાં બે રન આપ્યા અને એક વિકેટ લીધી હતી.

ત્યારબાદ 19મી ઓવરમાં આર્શદીપની ઓવરમાં પણ માત્ર ચાર રન આવ્યા. હાર્દિકની છેલ્લી ઓવરમાં આફ્રિકાને 16 રન જીત માટે જોતા હતા. તે સમયે પ્રથમ બોલમાં મિલરની વિકેટ મળી. અને ટીમ ઇન્ડિયા 7 રનથી મેચ એન્ડ ટુર્નામેન્ટ જીતી. 

Print