www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમરેલી જિલ્લામાં એક માસ સુધી પોલીસની વ્યાજખોરો સામે ઝુંબેશ: સસ્તા દરે લોન અપાશે


વ્યાજખોરીના 15 જેટલા ગુનાઓમાં 23 આરોપીઓની ધરપકડ

સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)
અમરેલી, તા.1
અમરેલી ખાતે રેન્જ આઈ.જી. ગૌતમ પરમારની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરો સામેની ખાસ ઝુંબેશનો આરંભ કરવામાં આવ્યો છે. અમરેલી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આઈજીએ જણાવ્યું કે, સરકારે દોઢ વર્ષ પહેલા આ પ્રશ્ન હાથમાં લીધો. ત્યારે વ્યાજખોર વ્યક્તિઓ ઉપર કડકાઈથી પગલા લેવાનું નક્કી કર્યું એટલું જ નહીં પણ જરૂરિયાતમંદ લોકોને બેંક દ્વારા સસ્તા વ્યાજથી લોન મળી રહે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

અમરેલી જિલ્લાની 19 બેંકના પ્રતિનિધિઓ અહી આવ્યા હતા. જેઓ બેંક દ્વારા લોન આપવાની પ્રક્રિયા હાથ ધરશે. અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા એક મહિના સુધી આ ઝુંબેશ ચલાવવામાં આવશે અને વ્યાજખોરો સામે ફરિયાદો પણ નોંધવામાં આવશેિં જેનો લોકો દ્વારા લાભ લેવા માટે તેમણે અપીલ કરી હતી. અમરેલીના એસ.પી હિમકર સિંહે જણાવ્યું કે, આ રીતે એક વર્ષ પહેલા પણ પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હત તે ઝુંબેશમાં 600 ગામડાઓમાં એક લાખ જેટલી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

1000 થી પણ વધારે બેનર લગાડવામાં આવ્યા હતા. અગાઉની ડ્રાઈવમાં 15 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા હતા. 23 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તે ડ્રાઈવ સિવાય પણ સને 2023માં અન્ય પંદર જેટલા ગુનાઓ પણ દાખલ કરાયા હતા.

વ્યાજખોરો સામે ખાસ ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે અને એક મહિના સુધી આ ઝુંબેશ ચલાવીને વ્યાજખોરો સામે ફરિયાદો નોંધવામાં આવશે. આ ઉપરાંત જરૂરિયાત મુજબ લોકોને જુદી જુદી 19 બેંકો દ્વારા રાહત દરેથી લોન મળી રહે તે માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

 

Print