www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચોટીલા-ધ્રાંગધ્રામાં પોલીસની રેડ


સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા.17
સુરેન્દ્રનગર બાળ અદાલત પાસે, ચોટીલાના થાન રોડ પર રહેણાંક મકાન બહાર અને ધ્રાંગધ્રાના રાજચરાડીમાં દુકાનના ફળીયામાં પોલીસે દારૂની રેડ કરી હતી.જેમાં 5 સુરેન્દ્રનગર શખ્સો કુલ રૂપિયા 10,425ના દારૂ સાથે પકડાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોટીલાના થાન રોડ પર રહેતો સીધ્ધરાજ રણજીતભાઈ ધાધલ તેના રહેણાક મકાનની બહાર વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં સીધ્ધરાજ ધાધલ વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી 69 બોટલ કિંમત રૂપિયા 7900, બીયરના 17 ટીન કિંમત રૂપિયા 1700 સાથે ઝડપાયો હતો.

બનાવની ચોટીલા પોલીસ મથકે એલસીબી ટીમે ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમે રાજચરાડીથી રામગઢ જવાના રસ્તે દારૂનો દરોડો કર્યો હતો. જેમાં દુકાનની પાછળ ફળીયામાં મુળ વઢવાણના ઝાંપોદડનો અને હાલ રાજચરાડી રહેતો ભરત બાબુભાઈ રાઠોડને વિદેશી દારૂના 3 ચપલા અને 1 બીયરના ટીન સહિત રૂપિયા 425ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયો હતો.

જયારે સુરેન્દ્રનગર શહેરના એ ડીવીઝન પોલીસ મથકની સર્વેલન્સ ટીમના વી.એમ.ડેર, મહાવીરસીંહ બારડ સહિતનાઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જેમાં શહેરની બાળ અદાલત પાસે આવતા ત્રણ શખ્સો શંકાસ્પદ લાગ્યા હતા. આથી તેમની તપાસ કરાતા તેમની પાસેથી બીયરના 4 ટીન કિંમત રૂપિયા 400 મળી આવ્યા હતા. જેના લીધે પોલીસે રમઝાન હબીબભાઈ માણેક, હસન ઉર્ફે આશીષ હબીબભાઈ માણેક અને મહમદ હૈદરભાઈ સખાયા સામે પ્રોહીબીશન મુજબ સુરેન્દ્રનગર શહેરના એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Print