www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પ્રભાસ પાટણમાં પ્રિ મોન્સુનનો ખર્ચ પાણીમાં ગયો: નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા: ગટરો જામ


ગુલાબનગર, શાંતિનગર સહિત પાંચ સોસાયટીમાં વરસાદના પાણી મકાનોમાં ઘૂસી ગયા: રહીશોની નર્કાગાર જેવી હાલત

સાંજ સમાચાર

(દેવાભાઇ રાઠોડ)
પ્રભાસ પાટણ તા.1
 પ્રભાસ પાટણના ગુલાબ નગર, શાંતિનગર મંગલમ સહિતના પાંચથી વધુ સોસાયટી વિસ્તાર કે જ્યાં 25,000 થી વધુ નાગરિકો વસવાટ કરે છે...અહીં પાલિકા તંત્ર દ્વારા કરાયેલ પ્રિમોન્સૂન કામગીરીના પોકળદાવાઓનો પર્દાફાશ થઈ રહ્યો છે.

પાલિકા તંત્ર દ્વારા 50 લાખથી વધુ ના ખર્ચે પ્રી મોનસુન કામગીરી કરવામાં આવી છે પરંતુ પ્રતિવર્ષની જેમ પ્રિમોન્સૂન કામગીરી ભ્રષ્ટાચારનું જ મોટું માધ્યમ હોય તેમ માત્ર કાગળ ઉપર કામગીરી થતી હોવાનો પુરાવો પ્રભાસ પાટણમાં જોવા મળી રહ્યો છે.

આ વિસ્તારમાં પાણીના નિકાલ માટેની મુખ્ય ગટર ના દ્રશ્યો છે જેમાં પાલિકા તંત્ર દાવો કરી રહી છે કે અમે પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત આ ગટરની સફાઈ કરી છે પરંતુ આ ગટરના દ્રશ્યો જ ચાડી ખાઈ રહ્યા છે કે પાલિકા તંત્ર એ કામગીરી તો કરી છે પરંતુ માત્ર કાગળ પર મુખ્ય ગટરની સફાઈના અભાવે અહીં વરસાદી પાણીનો નિકાલ થતું નથી અને સામાન્ય વરસાદમાં પણ અહીં ભયંકર પાણી ભરાઈ જાય છે ગટરના ગંદા પાણી બે બે ત્રણ ત્રણ દિવસ સુધી રોડ પર યથાવત રહે છે. નર્કાગાર જેવી સ્થિતિ માં આ વિસ્તારના સ્થાનિકો આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

પ્રભાસ પાટણના નર્કાગાર સ્થિતિ માં ફેરવાયેલા વિસ્તાર અંગે જ્યારે પાલિકા ના ચીફ ઓફિસર નો સંપર્ક કર્યો તો ચીફ ઓફિસર ચેતન ડુડિયા દ્વારા તો આ વિસ્તારમાં આ મુખ્ય ગટરની ખુબ સારી સફાઈ કર્યાનો ફરી દાવો કર્યો હતો. જ્યારે આ વિસ્તારમાં હજુ પણ ગટર જામ હોવા નું જણાવતા કામગીરી હજુ ચાલુ હોવાનું અને જો વધુ પાણી ભરાવા ની સ્થિતિ સર્જાઈ તો ચાલુ વરસાદે પણ કામગીરી કરવાની વાત રજૂ કરી હતી.

પ્રિ મોન્સૂન કામગીરી ના નામે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ આચરવા માં આવે છે તે વાત વેરાવળ નગરપાલિકા એ સાબિત કરી હોય તેવી સ્થિતિ વચ્ચે અહીં ના સ્થાનિક ને આ નર્કાગાર માંથી ક્યારે છુટકારો મળશે તે જોવું રહ્યું.

 

Print