www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ધ્રાંગધ્રા તાલુકાનાં ગામોમાં વિજ કંપની દ્વારા પ્રિમોન્સુન કામગીરી ફક્ત ચોપડાં ઉપર..


ખેડૂતોને વાવણી વખતે જ વિજ ધાંધીયાથી મોટું નુક્સાન..

સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 17
ધ્રાંગધ્રા તાલુકાનાં ગામોમાં દિનપ્રતિદિન વિજ કંપની દ્વારા વિજ પુરવઠો અનિયમિત બનતાં ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે હાલ કપાસની આગોતરી વાવણી કામ ચાલુ છે ત્યારે અનેક ફિડરોમાં ઝબુક વિજળી જેમ વિજ સપ્લાય મળી રહ્યો છે ત્યારે રામપર ગામનું 66 કે.વી.નુ બાબા રામદેવ ફિડર અને કોંઢ ગામનું ઘેલમાં સહિતનાં ફીડર દરો ફોલ્ટમાં જાય છે ત્યારે ખાસ ઉનાળામાં વિજ કંપની દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવે છે.

ત્યારે આ કામગીરી ફક્ત ને ફક્ત જ્યોતિગ્રામ યોજના એરિયા પુરતી કરવામાં આવે છે અને ખેડૂતો માટેની લાઈનમાં ઘણા સમયથી આ કામગીરી કરવામાં આવતી નથી અને ચોમાસામાં શરૂઆતમાં વાવાઝોડું વરસાદ પડવાની સાથે વિજ પુરવઠો અનિયમિત અને ખોરવાઈ જવા પામે છે ખેડૂતો ને આગોતરી વાવણી માં મોટરપંપ દ્વારા પાણી આપવાની કામગીરી ચાલુ હોય ત્યારે જ વિજ પુરવઠો બંધ રહે એટલે ખેડૂતો ને મોંધા ભાવના બિયારણો દવાઓ અને ટ્રેકટર નાં મોટાં ખર્ચ સહન કરવાં પડે છે.

અને દેવામાં ખેડૂતો ધકેલાઈ જાય તેવો ઘાટ સર્જાયો છે ખેડૂતો વિજબિલ નિયમિત ભરવાં છતાં વિજ પુરવઠો સમયસર મળતો નથી ત્યારે આ વિજ કંપની દ્વારા પ્રિમોન્સુન કામગીરી કોઈ કરવામાં આવી નથી અધિકારી ઓ પણ ખેડૂતોને ઉડાઉ જવાબ આપવામાં આવે છે ત્યારે ખેડૂતો હવે આ બાબતે લડી લેવાના મૂડમાં છે. 

 

 

Print