www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઈન્દિરા ગાંધીએ ભલે પોખરણમાં અણુ ધડાકો કર્યો હોય પણ...

વડાપ્રધાન મોદી માને છે- જો કોંગ્રેસ સત્તામાં આવી તો દેશનો અણુબોમ્બ ડિફયુઝ કરી દેશે


સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.25
લોકસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદી નિરંતર કોંગ્રેસને નિશાન બનાવતા રહે છે એ રસપ્રદ વાત છે કે પુર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીએ સૌ પ્રથમવાર પોખરણમાં અણુ ધડાકો કરીને દેશને અણુબોમ્બથી સજજ બનાવ્યો હતો ત્યારે વડાપ્રધાન મોદીએ પોતાના પ્રવચનમાં કોંગ્રેસ સામે નિશાન સાધતા જણાવ્યું હતું કે જો કોંગ્રેસ સતામાં આવી તો દેશના અણુ બોમ્બને ડિફયુઝ કરી દેશે, ખતમ કરી દેશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની સોચ એટલી ખતરનાક છે કે જો તે સતામાં આવી તો દેશની પરમાણુ ક્ષમતાને ખતમ કરી નાખશે. જેથી આપણો દેશ નબળો પડી જશે. મોદીએ જણાવ્યુ હતું કે વડાપ્રધાનની આગેવાનીવાળી પરિષદ જ પરમાણુ હથિયારોને લઈને નિર્ણય લે છે, કોંગ્રેસની સરકાર બની તો તે પરમાણુ ક્ષમતા ખતમ કરી દેશે.

 

 

Print