www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા આયોજિત

વાચન પરબના 80માં મણકામાં ભાણદેવ લિખિત ‘અમૃત મહાભારત’ની પ્રો. વીરેન્દ્ર ભટ્ટે કરી રસપ્રદ રજુઆત


સાંજ સમાચાર

રાજકોટ, તા.26
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં વાચનપરબ સફળતાપૂર્વક ચાલી રહી છે. દર માસના ત્રીજા શનિવારે સાંજે 6:30 કલાકે પ્રખ્યાત પુસ્તક ઉપર લેખક કે સમર્થ વકતા તે પુસ્તકની રસપ્રદ રજુઆત કરે છે. 

વાચન પરબના 80 માં મણકામાં તત્ત્વજ્ઞાનમાં એમ.એ. કરનાર, સાધુજીવન જીવતા યોગશિક્ષક અને લોકશિક્ષક, સમાજ હિતચિંતક ભાણદેવજી લિખિત ’અમૃત મહાભારત’ની નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક, પ્રો. વીરેન્દ્ર ભટ્ટે બેંકની હેડ ઓફિસ ’અરવિંદભાઈ મણીઆર નાગરિક સેવાલય’ ખાતે રસપ્રદ પ્રસ્તુતિ કરી હતી.

આ વાચન પરબમાં હર્ષિતભાઈ કાવર, વિનોદ કુમાર શર્મા, પ્રતીક ભાઈ કાપડીઆ, ધનજીભાઈ કાવર અને નર્મદાબેન કાવરે વક્તાને પુસ્તક, ખાદીનો રૂમાલ અને ચરખો સ્મૃતિચિહ્ન આપી અભિવાદન કર્યું હતું. આ વાચન પરબમાં હર્ષિતભાઈ કાવર (કો-ઓપ્ટ ડિરેકટર), વિનોદ કુમાર શર્મા (જનરલ મેનેજર-સીઈઓ), શાખા વિકાસ સમિતિના સદસ્યો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સરળ અને સફળ સંચાલન ધનંજય દત્તાણીએ કર્યું હતું.

Print