www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુરેન્દ્રનગરમાં નવા સ્માર્ટ મીટરનો વિરોધ : કલેકટર કચેરીએ ‘આપ’ના આગેવાનોએ કરી લેખિત રજુઆત


સ્માર્ટ મીટર ન લગાવવા તથા દિલ્હીની જેમ ગુજરાતમાં 300 યુનિટ વિજળી મફત આપવા કરાઇ માંગ

સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 25
સુરેન્દ્રનગર શહેરમાં ઠેરઠેર વીજકંપની દ્વારા નાંખવામાં આવતા નવા સ્માર્ટ મીટરોનો વિરોધ થઇ રહ્યો છે ત્યારે કલેક્ટર કચેરીએ આપના આગેવાનોએ લેખિત રજૂઆત કરી હતી જેમાં સ્માર્ટ મીટર ન લગાવવા તથા દિલ્હીની જેમ ગુજરાતમાં 300 યુનિટ વીજળી મફત આપવા માંગ કરી હતી સુરેન્દ્રનગર શહેરમાં વીજ કંપની દ્વારા નાંખવામાં આવતા સ્માર્ટ મીટરો નાંખવાનો વિરોધ થઇ રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાન ગોપાલભાઇ ઇટાલીયા, જિલ્લા પ્રમુખ રમેશભાઇ મેર, રાજુભાઇ કરપડા, વિક્રમભાઇ દવે સહિતના આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે નવા વીજ મીટરનો વિરોધ કરવા સાથે કલેક્ટર કચેરીએ આવેદન પાઠવ્યું હતું. 

અત્યારે મોંઘવારીથી જનતા ત્રસ્ત છે હમણા વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો નાંખવામાં આવતા લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે આમ આદમી પાર્ટી લોકોની સાથે છે ગુજરાતમાં ફીક્સ પે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના મધ્યમવર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો મરણતોલ ઘા છે વીજળી બાબતમાં ગુજરાત સરકાર પહેલા જ પાવર પ્લાન્ટ સાથે કરેલા 25 વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરી ગુજરાતના લોકો પર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ભાર ઉદ્યોગપતિને ભોગવવાનો હતો તે જનતા પર નાંખી રહી છે.

વીજળીના સરકારી ભાવ 3.95 રૂપિયા ત્યાં ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરતા સામાન્ય વર્ગના પરિવારને એક યુનિટ 8 રૂપિયા 58 પૈસામાં પડે છે આ અસહ્ય છે એમાં સ્માર્ટ મીટર પ્રિપેઇડ હોવાનો મરણતોલ ઘા છે જે પરિવારો ટૂંકી આવકમાં ગુજરાન ચલાવે તેમને 2 બિલ પેનલ્ટી સાથે એકસામટા ભરે છે એ પ્રિપેઇડ કેવી રીતે રિચાર્જ કરશે જે પૈસા ન હોય તો પૂરું થયેલું કેવી રીતે રિચાર્જ કરાવશે કે બાળકોને ભણાવશે દિલ્હીમાં 300 યુનિટ વીજળી મફત આપવામાં આવે છે તો ગુજરાતમાં કેમ નહીં સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવા માંગ કરી હતી જો તેમ નહીં કરાય તો આંદોલન કરવાની ચીમકી આપી હતી. 

 

Print