www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનું સુચન: તમામ વેપારીઓ અને લોકોએ રૂ10ના સિકકાની લેવડ-દેવડ કરવી


સાંજ સમાચાર

રાજકોટ,તા.23
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તમામ નાના મોટા વેપારી વર્ગો અને લોકોને રૂ10ના સિકકાની લેવડ-દેવડ કરવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા માન્ય રૂ10ના ચલણને વેપારી વર્ગ અને લોકોમાં ચકલતા ખોટી માન્યતાના લીધે ચાલતા ન હોવાની અફવા ફેલાવાઈ રહી છે.

આ બાબતે તા.21ના રાજકોટ કલેકટરની અધ્યક્ષતામાં મીટીંગ યોજવામાં આવી હતી. અને રૂ10ના સિકકાનો વધુમાં વધુ ઉપયોગ થાય તે માટે જણાવેલ છે. તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવ દ્વારા અપીલ કરવામાં આવી છે.કે વેપારી વર્ગ અને લોકોએ રૂ10ના સિકકા ચલણમાં નથી તેવી અફવાઓથી દુર રહેવું અને રૂ10ના સિકકા સ્વીકારવાનું ચાલુ છે.

Print