www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ મહાનગરપાલિકાએ ‘કોલેરા’ સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરી


કોલેરા કેવી રીતે ફેલાય છે ? લક્ષણો શું છે ?અટકાવવા શું કરવું? માર્ગદર્શન જાહેર કરાયું

સાંજ સમાચાર

રાજકોટ,તા.24

હાલ રાજ્યમાં ઘણી જગ્યાએ કોલેરાના કેસ આવી રહ્યા છે. આ માટે લોકોએ શું તકેદારી રાખવી તેના ભાગરૂપે રાજકોટ શહેરની આરોગ્ય શાખા દ્વારા લોકોને માહિતગાર કરવા માટે જનહિત માટે માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે.

કોલેરા બેક્ટેરિયાથી થતી બીમારી છે. તે વિબ્રિયો કોલેરી જીવાણુના કારણે થાય છે, જે દૂષિત પાણીના કારણે ફેલાય છે. કોલેરા એક ચેપી રોગ છે જેમાં દર્દીને ઉલ્ટી અને ઝાડા થાય છે. પાણી અને પોષણના અભાવે ડિહાઇડ્રેશન ની સમસ્યા પણ થઇ શકે છે. ત્યાં સુધી કે યોગ્ય સારવાર ન મળે તો દર્દીનું મોત પણ થઇ શકે છે. કોલેરા બેક્ટેરિયા મુખ્યત્વે ખરાબ ખોરાક અને ગંદા પાણીને કારણે ફેલાય છે. આવી સ્થિતિમાં, તમારે ખાસ કરીને ખોરાક અને પીવાના પાણીને સ્વચ્છ રાખવા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

►કોલેરા કેવી રીતે ફેલાય છે ?
કોલેરા એક બેક્ટેરિયાને કારણે થાય છે જે આપણા ખોરાક અથવા પાણી દ્વારા આપણા શરીરમાં પહોંચે છે. તે મળ, પેશાબ અને ગંદકી દ્વારા ફેલાય છે.કોલેરા સીફૂડ અને માછલી દ્વારા પણ ફેલાય છે.
શાકભાજી અને સલાડને બરાબર ન ધોવામાં આવે અથવા ગંદા પાણીથી ધોવામાં આવે તો કોલેરાનો ખતરો રહે છે.જે વિસ્તારોમાં સ્વચ્છતાનો અભાવ છે ત્યાં કોલેરા ફેલાવાનું જોખમ વધારે છે.
જો તમે ચેપગ્રસ્ત વ્યક્તિના મળ (ઝાડા)ના સંપર્કમાં આવો.જો તમે મળથી દૂષિત (બેક્ટેરિયમ-વિબ્રિઓ કોલેરા) ખોરાક ખાઓ અથવા પાણી પીવો.જો તમે કાચી અથવા ઓછી રાંધેલી શેલફિશ ખાઓ.કોલેરા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી પરંતુ ચેપગ્રસ્ત વ્યક્તિના મળ સાથે સંપર્કમાં આવવાથી ફેલાય છે.

►કોલેરાના લક્ષણો
કોલેરાના લક્ષણો જુદા જુદા લોકોમાં જુદા જુદા સમયે ઉદભવે છે. કેટલાક લોકોમાં, તેના લક્ષણો ચેપના થોડા કલાકો પછી જ જોવા મળે છે, જ્યારે કેટલાક લોકોમાં તે 2-3 દિવસ પછી પણ થઈ શકે છે. કોલેરા સામાન્ય રીતે ઝાડાનું કારણ બને છે. ઝાડા ઉપરાંત તેના અન્ય લક્ષણો નીચે મુજબ છે.ઉલટી થવી તેમજ હૃદયના ધબકારા વધી જવા મો, ગળું તેમજ આંખો શુષ્ક થઇ જવીબ્લડ પ્રેશર ઘટી જવું, તરસ વધારે લાગવીહાથ પગના સ્નાયુઓમાં દુખાવો થવો, ગભરામણ થવું, ઊંઘ આવવી તેમજ વધુ પડતો થાક લાગવો

►કોલેરાને અટકાવવાના ઉપાયો 
આપની આસપાસ સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ.જે લોકોને કોલેરા થયો તે લોકોએ ખાવા-પીવાની આદતમાં ફેરફાર કરીને તો કેટલાક ઘરગથ્થુ ઉપચારથી થઈ શકે છે. જેમ કે કાકડીના પાન, નારિયેળ પાણી, લીંબુ, છાશ, આદુ, ફુદીનાનો રસ, હળદર, મેથીના દાણા વગેરેનું સેવન ફાયદાકારક બની શકે છે.જો તમે કોલેરાથી અસરગ્રસ્ત જગ્યાએ રહેતા હોવ અથવા આવી જગ્યાએ મુસાફરી કરી રહ્યા હોવ, તો આ બાબતોનું પાલન કરો:તેમજ ખાદ્ય ચીજોને સ્પર્શતા પહેલાં અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી સાબુ અને પાણીથી હાથ ધોવા.
માત્ર ઉકાળેલું, શુદ્ધ કરેલું અથવા બોટલનું પાણી પીવો. શક્ય હોય ત્યાં સુધી શેરી પરના ફેરિયાઓ પાસેથી ખાદ્ય ચીજો લેવાનું ટાળો.જેમાંથી રસ ટપકતો હોય તેવા ફળ જેમ કે દ્રાક્ષ અને બેરી લેવાનું ટાળો.સુશી અને શેલફિશ જેવા કાચા અથવા ઓછા રાંધેલા સીફૂડ લેવાનું ટાળો. 

Print