www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દીકરી રાહા સાથે દિવાળીએ રણબીર-આલિયા નવા ઘરમાં ગૃહપ્રવેશ કરશે


નવો બંગલો તૈયાર, ફિનીસીંગ બાકી

સાંજ સમાચાર

મુંબઈ: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જે પળની આતુરતાથી રાહ જોતા હતા તે આખરે આવી ગઈ છે. આલિયા અને રણબીરનો નવો બંગલો બનીને તૈયાર છે કપલ દિવાળીએ દીકરી રાહા સાથે ગૃહ પ્રવેશ કરશે.

ખબરો મુજબ રણબીર અને આલિયા બે-ત્રણ મહિનામાં આ નવા ઘરમાં શિફટ થઈ જશે. બંગલામાં ચાલી રહેલું કામ લગભગ પુરૂં થઈ ગયું છે. હવે ફિનીસીંગ ચાલી રહ્યું છે, જેમાં લગભગ એક મહિનાનો સમય લાગશે.

રિપોર્ટ મુજબ રણબીર અને આલિયા દીકરી રાહા સાથે નવા ઘરમાં દિવાળી ઉજવશે. હાલમાં તેઓ બાંદ્રાના એપાર્ટમેન્ટમાં રહે છે. પહેલા અહીં માત્ર રણબીર રહેતો હતો. બાદમાં આલિયા તેની સાથે આ ફલેટમાં લિવ ઈનમાં રહેતી હતી.

રિપોર્ટ મુજબ લગ્ન બાદ 1980માં રણબીરના પિતા ઋષિકપૂર અને માતા નીતુસિંહ આ ફલેટમાં રહેતા હતા. આ ફલેટમાં જ રણબીર અને બહેન રિધ્ધિમાનો જન્મ થયો હતો, અહીં બન્ને ભાઈ-બહેન મોટા થયા હતા.

 

Print