www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઝારખંડના પુર્વ સીએમ હેમંત સોરેનને રાહત: હાઈકોર્ટે જામીન આપ્યા


રાંચીમાં જમીન કૌભાંડનો સોરેન સામે આરોપ

સાંજ સમાચાર

રાંચી (ઝારખંડ),તા.28
ઝારખંડના પુર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેનને જમીન કૌભાંડના કેસમાં હાઈકોર્ટથી જામીન મળ્યા છે. જામીન બોન્ડ ભર્યા બાદ હેમંત સોરેન જેલની બહાર જશે.

હેમંત સોરેન જમીન કૌભાંડના આરોપી છે અને કેટલાય મહિનાથી જેલમાં બંધ છે. લાંબા સમયથી તે જામીન માટે પ્રયાસ કરતા હતા. બન્ને પક્ષોની અરજી સાંભળ્યા બાદ અદાલતે 16 જૂને ફેસલો સુરક્ષિત રાખ્યો હતો.

ઈડીના વકીલ એસ.વી.રાજુએ દલીલ કરી હતી કે હેમંત સોરેને બગગાઈ પ્રદેશની 8.86 એકર જમીન પર કબજો જમાવ્યો છે. આ મની લોન્ડ્રીંગ છે. જયારે સોરેન તરફથી સુપ્રીમ કોર્ટના વકીલ મીનાક્ષી અરોરાએ જણાવ્યું હતું કે આ મની લોન્ડ્રીંગનો કેસ નથી. બલ્કે રાજકીય બદલાનો કેસ છે.

Print