www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામનગર રોડ પરની કરોડો રૂપિયાની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવવા રેવન્યુ તંત્ર મેદાને: દબાણકર્તાઓને મામલતદારે નોટીસો ફટકારી


રાજકોટ સર્વે નં.626ની મુલ્યવાન જમીનમાં નર્સરી, મકાનો, ચા-પાનની દુકાનો સહિતના દબાણો

સાંજ સમાચાર

રાજકોટ,તા.26
તાજેતરમાં રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા શહેર અને જિલ્લાના તમામ મામલતદારોને સરકારી જમીનો ઉપરના દબાણો હટાવવા માટે સુચના આપેલ હતી. આ સુચનાના પગલે જિલ્લા કલેકટરના આદેશ અનુસાર મામલતદારો દ્વારા છેલ્લા કેટલાક સમયથી દબારકર્તાઓને નોટીનો ફટકારવા અને દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાનો દોર શરૂ કરી દેવામાં આવેલ છે.

તાજેતરમાં જ રેવન્યુ તંત્રએ મોટા ડીમોલેશન હાથ ધરી કરોડો રૂપિયાની સરકારી જમીનો ખુલ્લી કરાવી દીધી હતી. દરમ્યાન હવે પશ્ર્ચિમ મામલતદાર તંત્ર દ્વારા પણ રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર રૂડા કચેરીથી આગળ કાઈમ બ્રાંચની નવી ઓફિસ પાસેના પ્રાઈમ લોકેશનમાં આવેલ કરોડો રૂપિયાની કિંમતની સરકારી જમીનો પરથી દબાણો હટાવવા કાર્યવાહી હાથ ધરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

આ અંગેની સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ રાજકોટની સર્વે નં.626માં જામનગર રોડ પર આવેલ ખુબજ કિંમતી અને કરોડો રૂપિયાની કિંમતની સરકારી જમીનો ઉપર નર્સરી, મકાનો તથા ચા પાનની દુકાનો સહિતના 25થી વધુ દબાણો ખડકાઈ ગયા છે.

આ દબાણોનો સર્વે મામલતદાર તંત્રએ આજથી શરૂ કરેલ છે. અને આજરોજ નવ જેટલા દબાણકર્તાઓને દબાણો સ્વૈચ્છીક રીતે દુર કરવા માટે નોટીસો મામલતદારે ફટકારી છે. અને અન્ય દબારકર્તાઓને પણ નોટીસો ફટકારવાની કાર્યવાહી હાથ ધરી છે.

Print