www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નદીમાં ડુબેલા બાળકોને બચાવવા જતા SDRFની બોટ પલ્ટી: 3 જવાનોના મોત


બે જવાનો હજુ ગુમ: મોટાપાયે શોધખોળ

સાંજ સમાચાર

મુંબઈ તા.23
 મહારાષ્ટ્રના અહેમદનગરમાં પ્રવરા નદીમાં બે બાળકો ડૂબી ગયા હતા. ડૂબી ગયેલા બાળકોને શોધવા માટે એસડીઆરએફના જવાનો પ્રવરા નદીમાં બોટ લઈ ઉતર્યા હતા. આ દરમિયાન જોરદાર વહેણને કારણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની બોટ પોતે જ પાણીમાં ડૂબી ગઈ અને ત્રણ જવાન મૃત્યુ પામી જતાં હડકંપ મચી ગયો. આ ઘટનામાં બે જવાનો પણ ગુમ છે, જેમની શોધખોળ ચાલી રહી છે. 

નદીમાં બે બાળકોના ડૂબવાની માહિતી મળ્યા પછી SDRFની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. શોધખોળ અભિયાન દરમિયાન એક બાળકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો અને બીજાનો મૃતદેહ મળ્યો ન હતો, ટીમે સવારે 6 વાગ્યાથી ફરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થઈ ચૂક્યા છે, જેમાં બે બાળકો અને ત્રણ જવાનનો સમાવેશ 
થાય છે.  

Print