www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘જયહિન્દ’ દૈનિકના પીઢ પ્રેસ ફોટોગ્રાફર પ્રવિણ સેદાણીના યુવાન પુત્ર સંદીપને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડયો: નિધન


સાંજ સમાચાર

રાજકોટ તા.25
‘જયહિન્દ’ દૈનિકના પીઢ પ્રેસ ફોટોગ્રાફર પ્રવિણ સેદાણીના યુવાન પુત્ર સંદીપ સેદાણી (ઉ.39)નું આજે બપોરે હૃદયરોગનો ઘાતક હુમલો આવતા નિધન થયું છે. તેમના નિધનથી પત્રકાર જગતમાં ઘેરા શોકનું મોજુ ફરી વળ્યુ છે.

બજાજ કેપીટલના ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતા સંદીપ સેદાણીને પોતાના નિવાસસ્થાને સવારે છાતીનો દુ:ખાવો થતા તેમને સીનર્જી હોસ્પીટલે લઈ જવાયા હતા અને ડોકટરોએ તેમને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી.

 પ્રવિણભાઈ સેદાણીના બે પુત્રોમાંના સંદીપભાઈ મોટા હતા. સંદીપ સેદાણી તેમના મિલનસાર સ્વભાવના કારણે મિત્રો અને સ્નેહીજનોમાં જાણીતા હતા. સંદીપ સેદાણીના નિધનના સમાચાર સોશ્યલ મીડીયામાં ફરી વળ્યા હતા.

Print