www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

યાત્રા સાથે સેવાનો પરમધર્મ નિભાવતા સાંઈદિપ ટુર્સના નિખીલભાઈ સોલંકી

સિઝનની સૌરાષ્ટ્રની પ્રથમ અમરનાથ યાત્રા બસ રવાના


21 વર્ષીય નંદન ગમઢાને નિ:શુલ્ક અમરનાથ યાત્રા કરાવશે

સાંજ સમાચાર

રાજકોટ:તા 26 

સનાતન હિન્દુઓના આસ્થાના કેન્દ્ર સમાન બાબા અમરનાથની યાત્રાનું ભાવિકોમાં સવિશેષ મહત્વ જોવા મળે છે. રાજકોટના સાંઇદિપ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ છેલ્લા 12 વર્ષથી સતત અમરનાથ યાત્રા પ્રવાસનું સફળ આયોજન કરે છે. બાબા અમરનાથના દર્શનનો લાભ શ્રધ્ધાળુઓને મળી રહે તે હેતુસર નજીવા દરે એસી સ્લીપર બસ દ્વારા અમરનાથ યાત્રા પ્રવાસ કરવામાં આવે છે. આ ઉપરાંત યાત્રા દરમ્યાન રહેવા જમવાની સુચારૂ વ્યવસ્થા કરવામાં આવે છે.

સાંઇદિપ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નીખીલભાઈ સોલંકીના જણાવ્યા મુજબ આ અમરનાથ યાત્રામાં દિવ્યાંગ બાળક (ઉ.વ.ર1) નંદન રમેશભાઇ ગમઢાને નિ:શુલ્ક યાત્રા કરાવવામાં આવશે. આ ઉપરાંત તેઓ હરીદ્વાર, પાંચ જયોતિર્લીંગ, જેવા તીર્થ સ્થળઓની ગરીબ-વિધવા બહેનોને નિ:શૂલ્ક યાત્રા કરાવે છે. યાત્રા સાથે સેવાનો ધર્મ નિભાવતા નીખીલભાઈને આ સિઝનની સૌરાષ્ટ્રની સૌ પ્રથમ અમરનાથ યાત્રાની બસ ઉપાડવાનો યશ મળ્યો છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ટૂર કંપની ચલાવી રહ્યા છે. આ વર્ષે શરૂ થયેલ યાત્રામાં 48 લોકો જોડાયા છે. જેમાં 2 લોકો જામનગરના રહેવાસી છે.

ગઈકાલે રવાના થયેલ બસ 15 દિવસ બાદ પહોંચશે. સાંઇદિપ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા દર વર્ષે એક જરૂરીયાતમંદ લોકોને નિ:શુલ્ક યાત્રા કરાવે છે. તમામ યાત્રિકોના મેડીકલ ટેસ્ટ કર્યા બાદ યાત્રા શરૂ કરવામાં આવી હતી. વધુ માહીતી માટે સાંઇદિપ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો. 70963 38888/ 72659 98888) પર સંપર્ક કરવો.

Print