www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો 22 પૈસા ઉછળ્યો

સેન્સેક્સ-નિફટી ફરી નવી ટોચે પહોંચી પાછા પડ્યા


શેરબજારમાં બેતરફી વધઘટ: ઉંચા મથાળે નફારૂપી વેચવાલી

સાંજ સમાચાર

રાજકોટ, તા.24
ભારતીય શેરબજારમાં આજે સેન્સેક્સ તથા નિફટીએ સતત બીજા દિવસે નવી ઉંચાઇ બનાવી હતી. જો કે, અંતિમ તબકકામાં નફારૂપી વેચવાલી ઇન્ટ્રા-ડે ઉંચી સપાટી જળવાઇ શકી નહતી.

શેરબજારમાં આજે બે તરફી વધઘટ રહી હતી. શરૂઆત નબળા ટોને રહ્યા બાદ હેવીવેઇટ શેરોમાં જોરદાર લેવાલી શરૂ થતાં ફરી તેજીનો વળાંક આવી ગયો હતો. વિદેશી નાણાં સંસ્થાએ તથા લોકલ ફંડો એમ બન્નેએ ગુરુવારે સારી ખરીદી કરી હોવાના આંકડા જારી થતા સારી અસર થઇ હતી.

જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ચૂંટણી પરિણામોમાં ભાજપને ફરી મોટી બહુમતી મળવાનો આશાવાદ તથા અર્થતંત્રનો ડંકો જેવા કારણો રેકોર્ડબ્રેક તેજીમાં ભાગ ભજવી રહ્યા છે.

શેરબજારમાં આજે એચડીએફસી બેંક, લાર્સન, મારૂતી, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ, ભારત પેટ્રોલીયમ, વોડાફોન જેવા શેરો ઉછળ્યા હતા. જ્યારે આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ફોસીસ, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક બેંક, મહિન્દ્ર, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટીસીએસ ટાઇટન, એશિયન પેઇન્ટસ, અદાણી પોર્ટ, એપોલો હોસ્પીટલ જેવા શેરોમાં ઘટાડો હતો.

મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 86 પોઇન્ટના ઘટાડાથી 75331 સાંપડ્યો હતો. આ પૂર્વે 75636ની નવી ઉંચાઇએ પહોંચ્યો હતો. નીચામાં 75244 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 29 પોઇન્ટના ઘટાડાથી 22938 હતો તે ઉંચામાં 23026 તથા નીચામાં 22908 થયો હતો. ઇન્ટ્રા-ડે 23000ની સપાટી કુદાવી ગયો હતો.

કરન્સી માર્કેટમાં આજે ડોલર સામે રૂપિયો ઉંચકાયો હતો. 22 પૈસા વધીને 83.06 સાંપડ્યો હતો.

 

Print