www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

થરૂર, શત્રુઘ્ને હજુ શપથ લીધા નથી

લોકસભા સ્પીકરની ચૂંટણીમાં સાત સાંસદ મત આપી નહીં શકે


સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.26
લોકસભા સ્પીકરની સૌપ્રથમ વખત યોજાનારી ચૂંટણીમાં શશી થરૂર, શત્રુઘ્ન સિંહા સહિત સાત સાંસદોએ શપથ ન લીધા હોવાના કારણે મતદાન કરી શકે તેમ નથી.

સંસદ સત્ર શરૂ થતા પહેલા દિવસે 250થી વધુ નવા ચુંટાયેલા સાંસદોએ શપથ લીધા. બીજા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સપા પ્રમુખ અખિલેશ યાદવ, અપક્ષ સાંસદ પપ્પૂ યાદવ, અયોધ્યાના સાંસદ અવધેશ પાસી અને અસદુદ્દીન ઓવૈસી સહિતના નેતાઓએ શપથ લીધા.

પરંતુ હજુ પણ વિપક્ષના પાંચ સાંસદોએ શપથ ગ્રહણ નથી કર્યાં જેના કારણે વિપક્ષને લોકસભા અધ્યક્ષની ચૂંટણીમાં ઝાટકો લાગી શકે છે. તો પાંચ વિપક્ષી સાંસદ ઉપરાંત 2 અપક્ષ ઉમેદવારોએ પણ શપથ ગ્રહણ નથી કર્યાં.

બીજા જ દિવસે ગેરહાજર રહેનાર સાંસદોમાં ટીએમસીના શત્રુઘ્ન સિન્હા, દીપક અધિકારી, નુરુલ ઈસ્લામ. કોંગ્રેસના શશિ થરુર. સપાના અફઝલ અંસારીએ શપથ નથી લીધા. તો બે અપક્ષ સાંસદ એન્જિનિયર રસીદ અને અમૃત પાલે શપથ લીધા નથી. હવે તેઓ ચૂંટણી બાદ શપથ લઇ શકે તેવી સ્થિતિ છે.

Print