www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શાહરૂખ સ્વસ્થ, મુંબઈ પરત


અમદાવાદની હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ મળતા જ ખાસ વિમાનમાં મુંબઈ પહોંચ્યો

સાંજ સમાચાર

અમદાવાદ તા.24
અમદાવાદની આકરી ગરમીમાં લૂ લાગી જવાથી હોસ્પીટલમાં દાખલ કરાયેલા બોલીવુડ અભિનેતાને ડીસ્ચાર્જ અપાયા બાદ તેઓ ખાસ વિમાનમાં મુંબઈ પરત પહોંચી ગયા હતા.

શાહરુખ ખાનની હેલ્થને લઈને હાલમાં જ તેમની મેનેજર પૂજા ડડલાનીએ અપડેટ આપ્યું હતું. કિંગ ખાનની મેનેજરે પોસ્ટ શેર કરી લખ્યું હતું કે શાહરુખની તબિયત હવે પહેલાંથી ઘણી સારી છે. પૂજાએ લખ્યું- હું મિસ્ટર ખાનના તમામ વેલ વિશર્સ અને ફેન્સને જણાવવા માંગુ છું કે તેમની તબિયત પહેલાંથી સારી છે. તમારા સૌના પ્રેમ, પ્રાર્થના અને કન્સર્ન માટે આભાર.

શાહરુખ ખાનના ફેન્સને તે સમયે આઘાત લાગ્યો હતો જ્યારે સમાચાર આવ્યા કે કિંગ ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શાહરુખ 21 મેનાં રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ અને હૈદરાબાદ સનરાઈઝર્સ વચ્ચે રમાઈ રહેલી મેચ જોવા આવ્યો હતો.

શાહરુખે આ મેચમાં પોતાની ટીમને સપોર્ટ કરવા માટે બે દિવસથી અમદાવાદમાં જ હતો. એક્ટરે કોલકાતાની જીતને ખેલાડીઓ સાથે સેલિબ્રેટ પણ કરી હતી. ફુલ જોશમાં તે મેદાનમાં પણ ઉતર્યો હતો પરંતુ ગરમીની કારણે તેની તબિયત બગડી હતી.

 

નબળી તબિયત છતાં ફેન્સને મળ્યો: વિડીયો વાયરલ
એક્ટરની તબિયત બગડતા ફેન્સ ઘણાં ચિંતિંત થઈ ગયા હતા, તેમની સલામતીની દુઆ કરી રહ્યાં હતા.  એક્ટરનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો હતો જ્યાં તે દિવ્યાંગ ફેનને મળતો જોવા મળ્યો હતો. દાવો કરાયો છે કે આ વીડિયો તે સમયનો છે જ્યારે શાહરુખ તબિયત બગડતા સ્ટેડિયમમાંથી બહાર આવી રહ્યો હતો.

શાહરુખે વ્હીલેચર પર બેઠેલા ફેનની સાથે હાથ મિલાવ્યો, ગળે લાગ્યો અને હાથ જોડીને નમસ્તે કર્યા અને તેની તબિયત પણ પૂછી હતી. આ વીડિયો જોઈને ફેન્સ તેમની પ્રશંસા કરતા થાકતા નથી. શાહરુખનો આ ડાઉન ટૂ અર્થ જેસ્ચર જોઈને ફેન્સે કહ્યું, આ છે રિયલ કિંગ. તબિયત ખરાબ હોવા છતાં તે મળવા રોકાયો.

 

Print