www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબી પેપર મીલ એસો.ના નવા પ્રમુખ શૈલેષભાઈ દેત્રોજા


સાંજ સમાચાર

જિગ્નેશ ભટ્ટ દ્વારા મોરબી તા 1
મોરબી પેપર મીલ એસો.ના પ્રમુખે રાજીનામું આપેલ છે ત્યાર બાદ નવા પ્રમુખ સહિતના હોદેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં નવા પ્રમુખ તરીકે શૈલેષભાઈ દેત્રોજાને જવાબદારી આપવામાં આવેલ છેમોરબી પેપર મીલ એસો.ના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ પદે શૈલેષભાઈ દેત્રોજા (પાર્થ પેપર મીલ), ઉપપ્રમુખ પદે કિરીટભાઈ ફૂલતરીયા (તીર્થક પેપર મીલ) અને દિનેશભાઈ હરીપરા (એપોલો પેપર મીલ), ખજાનચી પદે બળદેવભાઈ નાયકપરા (વિલ્સન પેપર મીલ) તથા સેક્રેટરી પદે જયેશભાઈ પટેલ (બ્રાઉનફોલ્ડ પેપર મીલ)ની નિમણૂક કરવામાં આવી છે. અત્રે ઉલેખનીય છે કે, આ એસો. ના પ્રમુખ વિપુલ કોરડિયાએ રાજીનામુ આપ્યું હતું ત્યાર બાદ મોરબી પેપર મીલ એસો.ના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.

Print