www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શ્રમિક અગાસી ઉપરથી નીચે પટકાયો


જામનગરમાં જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અગાસી પર મિસ્ત્રી કામ કરતો હતો: નીચે પટકાડતા ગંભીર ઇજા પહોંચવાથી થયું મોત

સાંજ સમાચાર

જામનગર તા.25
જામનગરમાં અકસ્માતે મોતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં જામનગરના જીઆઇડીસી વિસ્તારમાં એસબીઆઇની અગાસી પર મિસ્ત્રી કામ કરી રહેલા શ્રમિક અકસ્માતે નીચે પટકાયો હતો. જેમાં તેનું મોત નીપજયું હતું  જે મામલે સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસે દોડી જાય તપાસ કરી હતી અને મૃતદેહ નો 
કબજો સંભાળી આગળની કાર્યવાહી ધપાવી છે.

જામનગર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એસબીઆઇ બેન્ક ની અગાસી પર મિસ્ત્રી કામ કરી રહેલા એક યુવાનનું અકસ્માતે નીચે પટકાઈ પડતાં અપમૃત્યુ થયું છે. મૂળ રાજસ્થાનના વતની અને હાલ દરેડ જીઆઇડીસી વિસ્તારમાં રહેતા અને મિસ્ત્રી કામ કરતા રત્નારામ બાલુરામ ચૌધરી નામના 42 વર્ષના પરપ્રાંતિય યુવાનનું અકસ્માતે એસ.બી.આઈ. બેન્કની અગાસી ઉપરથી નીચે પટકાઇ પડતાં માથાના ભાગે ગંભીર ઈજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે. 

આ બનાવ અંગે તેની સાથે જ રહેતા ગેનારામ ભગારામ ચૌધરીએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

Print