www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ શનિ મંદિર " શ્રી શનિધામ ” ના તૃતીય પાટોત્સવ નિમિતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ


સાંજ સમાચાર

સૌરાષ્ટ્ર ક્ષેત્ર ના સૌથી મોટા શનિમંદિર અને ગોંડલથી નજીક શ્રીનાથગઢ - મોવિયા રોડ પર આવેલા "શ્રી શનિધામ” તૃતીય પાટોત્સવ નિમિતે તા. 17.04.24 થી 23.04.24  સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ રાત્રી કથા નું ભવ્યાતિભવ્ય આયોજન કરવા માં આવ્યું છે. કથા સમય રાત્રે 8.30 થી 11.30 રહેશે.જેના વ્યાસાશને પ્રસિદ્ધ ભાગવતાચાર્ય જયસુખભાઈ પંડ્યા બિરાજી ભગવત ગાથા નું રસપાન કરાવશે. મુખ્ય યજમાન તરીકે મેહુલ ભાઈ મનસુખ ભાઈ ખાખરીયા લાભ લેશે. પાટોત્સવ નિમિતે તા. 20.04.24 ના રોજ સવારે પંચકુંડી મહા શનિયાગ નું આયોજન કરેલ છે. તેમજ બપોર પછી 5 વાગ્યે શનિ મહાઆભિષેક અને અન્નકોટ નો કાર્યક્રમ રાખવા માં આવેલો છે. "શ્રી શનિધામ ” રાજકોટ જિલ્લામા ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ મોવિયા રોડ પર આવેલું છે. ગોંડલથી 12 km તેમજ રાજકોટ થી 47 km ના અંતરે આવેલું છે. જ્યાં મુખ્ય પીઠ પર ભગવાન શ્રી શનિ મહારાજ ની વિશાળ મૂર્તિ બિરાજમાન છે. સાથે શ્રી હનુમાનજી પણ બિરાજમાન છે. શાસ્ત્રી  જયસુખભાઇ પંડ્યાની પ્રેરણા થી આ દીવ્ય "શ્રી શનિધામ ”  નું નિર્માણ કરવામાં આવ્યું છે. તો આ અમૂલ્ય અવસર નો લાભ લેવા શ્રી શનિધામ ના વ્યવસ્થાપક  રોહિતભાઈ પંડ્યા તરફ નમ્ર અનુરોધ કરવા માં આવ્યો છે. તેમ શિવરાજગઢના સામાજીક કાર્યકર ચંદ્રેશ પંડયાની યાદીમા જણાવેલ છે

Print