www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માંગરોળ જેલમાં બેરેકમાં કેદીઓ વચ્ચે મારામારીનાં કેસમાં સાત આરોપીઓને એક વર્ષની સાદી કેદ


ત્રણ વર્ષ પહેલા બેરેકની લાઈટ બંધ કરવાની માથાકુટમાં એક સંપ કરી કેદીને લોહી લુહાણ કર્યો હતો

સાંજ સમાચાર

માંગરોળ,તા.25
માંગરોળ સબ જેલમાં પોણા ત્રણ વર્ષ અગાઉ કેદીઓ વચ્ચે બેરેક ની લાઈટ બંધ કરવા બાબતે થયેલી માથાકૂટ બાબતે થયેલી ફરિયાદ સંબંધે કેશ ચાલી જતાં માંગરોળ કોર્ટે તમામ સાતેય આરોપીઓને જુદી-જુદી કલમો માં દોષિત ઠેરવી જેલની સજા અને દંડની સજા ફરમાવતો હુકમ કર્યો હતો 

જાણવા મળતી વિગતો મુજબ ગત તારીખ 28/09/2021 ના રોજ માંગરોળ સબ જેલની બેરેક નંબર -2 માં રહેલ લાઈટ બંધ કરવા બાબતે ફરીયાદી રમેશગીરી ચંદુગીરી અપારનાથી અને કેશોદના શેરગઢના કનુ આલા છેલવડા અને ભીખુ કાના બાબરીયા વચ્ચે થયેલ માથાકૂટ નો ખાર રાખી બીજા દિવસે આરોપી કનુ આલા છેલવડા,ભીખુ આલા છેલવડા, ભીખુ કાના બાબરીયા,જીવા કેશુ મોકરીયા રહે. બધા શેરગઢ (કેશોદ) તથા દિનેશ ઉકા રાઠોડ રહે.ચંદવાણા(માંગરોળ), મહંમદ રફીક હુસેનખા બેલીમ રહે.

નાદરખી(માંગરોળ) તથા હાજી હસન શમા રહે.ભચાઉ વાળાઓએ એક સંપ કરી ગે.કા. મંડળી બનાવી ધારદાર હથીયાર વડે ફરીયાદી ઉપર હુમલો કરી ઢીકા પાટુ નો માર મારી માથામાં,વાસાના ભાગે અને જમણા હાથના પંજાના બાવડા માં ઈજા પહોંચાડતા જેલ ગાર્ડે ફરી.ને લોહી નિકળતી હાલતમા સારવાર માટે માંગરોળ સરકારી દવાખાને પહોંચાડતા આ બનાવ અંગે માંગરોળ પોલીસે આરોપીઓ વિરૂધ્ધ આઈ.પી.સી. કલમ 323,324,504, 143,147,149 મુજબ ગુન્હો નોંધી ચાર્જશીટ દાખલ કરતાં ચાલી ગયેલ કેશમાં રજૂ થયેલ પુરાવાના આધારે આરોપીઓને દોષિત ઠેરવી એ.પી.પી. શ્રીમાળી ની દલીલો, પુરાવાઓ અને ગુન્હા ની ગંભીરતા ને ધ્યાને લઇ માંગરોળ ના જયુડિશ્યલ મેજીસ્ટ્રેટ સી.એમ. રાઠોડે સાતેય આરોપીઓને આઈપીસી કલમ 323 માં ત્રણ માસની જેલ અને રૂ. 500/ દંડ દંડ ન ભરે તો વધુ 10 દિવસની કેદ, કલમ 324મા 1વર્ષની કેદ અને રૂ.1000/-દંડ જો દંડની ભરે તો વધુ એક માસની કેદ,કલમ143 માં 3 માસની કેદ અને રૂ 500/દંડ જો દંડ ન ભરે તો વધુ 10 દિવસની કેદ,કલમ 147 માં 6 માસની કેદ અને રૂ 500/ દંડ અને દંડ ન ભરે તો વધુ દસ દિવસ ની કેદ તથા કલમ 149 માં બે વર્ષના દંડની સજા ફરમાવતો હુકમ કર્યો હતો.

Print